-ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા તાલુકા સભ્ય ની માંગ
પાલેજ ૨૧
પાલેજ થી પાંચ કી.મી ના અંતરે આવેલા આવેલા કરજણ તાલુકાના મેસરાડ ગામે ખુડુતોની ખેતી ની જમીન માં વરસાદી પાણી ની રેલમછેલ થઈ જતા ખુડુતોની પડતા પર પાટુ જેવી સ્થિતિ નું સર્જન થવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા થી મુંબઇ સુધી માં રેલવે ફેક કોરિડોર નાં કામે હજારો એકર જમીન સંપાદન કરવામાં આવ્યું છે જેમાં મેસરાડ ગામની જમીન નો પણ સમાવેશ થાય છે જ્યાં સો ફૂટ પોહળા અને દસ ફૂટ ઉંચા માટી નાં પાળા નાખવામાં આવતાં પાણી નું ખેતી ની જમીન માં બને બાજું નિકાલ નહિ થાતાં ખેતરો માં ભરાવો થઈ તળાવ માં પરિવર્તિત થઈ જતાં જમીન માં વાવેતર કરેલ ઉભો પાક નષ્ટ થઈ જવા પામ્યો છે, ફક્ત મેસરાડ જેવા ગામનીજ ૩૦૦ એકર જેટલી જમીન માં ખેડૂતો ને લાખો નું નુકસાન થવા પામ્યું છે.
ખેતી ની જમીન ઉપર સો ફૂટ પોહળાઇ માં અને દસ ફૂટ ઉંચાઈ માં પીળી માટી નાં ઢગલા પથરી દેવતા ખેતી ની જમીન માં વરસાદી પાણી નો નિકલના માર્ગો બંધ થઈ ગયો છે જેથી મેસરાડ ગામ ના જાબ વગાઓ.ટીબી વગાઓ.અને દોરા વગા નાં પદરસો એકર જમીન માં વરસાદી પાણી અટકી જવા પામ્યા છે.ખેડૂતો પેહલા જ જમીન ગુમાવી પાયમાલ થઈ ગયા હતા હવે વરસાદ નાં પાણી નો નિકાલ નહિ થાતાં ખેતી પાક નો ઉછેર કરવો લગભગ અસંભવ બની ગયો છે તેમજ કપાસ જેવા પાક નું સદંતર નિકંદન નિકળી જવા પામ્યું છે. જેથી અહીં ભુગળા ઓ નાખી નાળા બનાવી પાણી નાં નિકાલ ની યોજના ધડવા માંગ ઉઠી રહી છે.
વલણ- મેસરાડ ના તાલુકા સદસ્ય વાજીદ હુસૈન દ્વારા આ અંગે રાજ્ય ના ડે. સી.એમ તેમજ અધિકારીઓનું ધ્યાન દોરી ખેડૂતો નષ્ટ થયેલા પાકો નું યોગ્ય વળતર આપવા ઉપરાંત અહીં પાણી ના નિકાલ માટે નું આયોજન કરવા રજુઆત કરી હતી .