ભરૂચ ના વ્હોર વાડ વિસ્તારમાં ત્રણ માળ ની ઇમારત ધરસાય થતા દોડધામ મચી હતી ..ઘટબમાં બે વાહનો દબાયા હતા તેમજ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…ઘટનાના પગલે સ્થળ પર લોક ટોળા જામ્યા હતો…..
બનાવ અંગે ની જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસઃ થી વરસાદી માહોલ જામ્યો છે .જેના કારણે શહેર ના અલગ અલગ ભાગો માંથી જર્જરિત ઇમારતો ધરાસાય થવાની ઘટનાઓ એક પછી એક સપાટી ઉપર આવી રહી છે..ત્યારે વધુ એક બનાવ આજ રોજ સામે આવ્યો હતો જેમાં ભરૂચ શહેર ના કોટ પારસીવાડ ખાતે આવેલ વ્હોર વાડ વિસ્તાર માં એક ત્રણ મંજિલા ઇમારત અચાનક ધરાસાય થતા આસપાસ ઉપસ્થિત લોકોમાં એક સમયે દોડધામ મચી હતી…
એકા એક ત્રણ માળ ની ઇમારત ધરાસાય થવાની ઘટનામાં બે જેટલા વાહનો દબાયા હતા જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી….બનાવ અંગે ની જાણ ફાયર ના લાશકરો ને થતા ફાયર ના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ સ્થળ ઉપર થી કાટમાળ હટાવવાની કામગીરી હાથધરી હતી…….
ભરૂચ ના વ્હોર વાડ વિસ્તારમાં ત્રણ માળ ની ઇમારત ધરસાય થતા દોડધામ મચી હતી ..
Advertisement