અંકલેશ્વર
તારીખ.18.07.18
ચોમાસા માં વરસાદ નો હાલ વિરામ હોવા છતાં અંકેલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી કેટલાક બેજવાબદાર ઉદ્યોગપતિઓ ના ગુનાહિત કૃત્ય ના લીધે વરસાદી ગટરો અને કાંશો માં વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી પર્યાવરણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે.
Zcl કમ્પની પાસે rpg ના પાછળ ના ગેટ નજીક ગટર ના ચેમ્બર માંથી લાલ કલર નું એફલૂએન્ટ નિકરે છે જે કનોરિયા ચોકડી રાજપીપલા ચોકડી થઈ છાપરા ખાડી માં જઈ રહ્યું છે. અગાઉ ભારે વરસાદ વખતે પણ કનોરિયા ચોકડી વિસ્તાર લાલ પાણી થી ભરાઈ ગયું હતું . વરસાદ બંધ થયા પછી એ ક્યાંથી આવતું હતું તેની તપાસ પ્રકૃતિ શુરક્ષા મંડળ દ્વારા કરતા માલુમ પડ્યું કે આ ZCL ના ગેટ પાસે ના ગટર ના ચેમ્બર માંથી હાલ પણવહે છે. આશ્ચર્ય ની બાબત એ કે આજુ બાજુ ઝીરો ડિસ્ચાર્જ વાળી કમ્પનીઓ છે તેમ છતાં અહીંયા થી લાલ કલર નું એફલૂએન્ટ નીકળે છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે આ બાબત ની જાણકારી GPCB વિભાગીય અધિકારી ત્રિવેદી ને 16/07/18 ના રોજ આપી હતી તેમજ બીજા દિવસે એટકે કે 17/07/18 પણ કાર્યવાહી વિશે જાણકારી માંગતા તેમણે જણાવ્યું હતું કે આમાં મારે નોટિફાઈડ ના અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરવી પડશે અને આવતી કાલે કાર્યવાહી કરીશું.
સલીમ પટેલે જણાવ્યું હતું કે અમો ફરિયાદ કરીએ અને કાર્યવાહી થાય તેના કરતાં વરસાદી સમય માં GPCB અને નોટિફાઈડ ના અધિકારી ઓ એ સતત મોનીટરીંગ કરતા રહેવું જોઈએ તેમની પાસે અનુભવી સ્ટાફ અને સાધન સામગ્રી.વાહનો હોવાથી તેઓ તાત્કાલિક ગુનેહગારો ને ઝડપી શકે છે.અને આવી કાર્યવાહી કરવાની તેમને તેમના વડા અધિકારીઓ દ્વારા સૂચનાઓ/હુકમો અપાયેલા પણ છે. જો પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્ય જેવા સામાન્ય વ્યક્તિ/સંસ્થા આ લાલ પાણી ક્યાંથી આવે અને બ્લુ પાણી ક્યાંથી આવે એ શોધી શકતા હોય તો તંત્ર માટે આવુ શોધવાની બાબત બહુ સહેલી છે. તંત્ર સક્ષમ છે તેઓ સ્થળ અને કલર જોઈને પણ કહી શકે છે કે આ કઈ કમ્પની નું છે.પરંતુ તે બાબતે કાર્યવાહી કરવા ની ઇચ્છાશક્તિ બહુ જરૂરી છે.
છાપરા ખાડી પ્રદુષિત થઈ રહી છે અને આ પાણી નર્મદાનદી દ્વારા દરિયા સુધી પોહચ્યા છે આમ આ જળ પ્રદુષણ થી ભૂગર્ભ જળ પણ ખરાબ થશે.જળચળ ને અને પર્યાવરણ ને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. વારંવાર ની બનતી ઘટનાઓ પર સખત કાર્યવાહી જરૂરી છે.