Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

Share

અવિરત વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં…

જય જગન્નાથનાં નારાથી અંક્લેશ્વરની ગલીઓ ગાજી ઉઠી…

Advertisement

અંક્લેશ્વરમાં અનરાધાર વરસાદ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ ભર્યાં અને શાંતિપુર્ણ માહૌલમાં સંપન્ન થઈ હતી.

અંક્લેશ્વરમાં છેલ્લાં ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ માહૌલમાં અષાઢી સુદ બીજની રથયાત્રા અંક્લેશ્વરમાં નીકળી હતી. અંક્લેશ્વરની હરીદર્શન સોસાયટી સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે રથયાત્રાની સવારે ૮ થી ૧૧ દરમિયાન મહાયરીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતાં.

મહાયરી બાદ સવારે ૧૨: કલાકે રથયાત્રાની શરૂઆત થઈ હતી.મુંબઈના વજ્રેશ્વર આશ્રમનાં મહંત સ્વામી લલિતાનંદજી અને અંક્લેશ્વરનાં રામકુંડ તીર્થેનાં મહંત ગંગાદાસજીએ પહિંદવિધિ કરી હતી. આ પ્રસંગે સહકાર, સાંસ્ક્રુતિક અને પરિવહન મંત્રી ઈશ્વરસિંહ પટેલ,સાંસદ મનસુખ વસાવા પણ વિશેષરૂપે હાજર રહ્યાં હતા.અને ધોધમાર વરસાદ વચ્ચે પણ રથયાત્રામાં જોડાયા હતાં. રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચીનાકા, ચૌટાબજારમાં પ્રવેસી હતી જ્યાં અંક્લેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની,કોંગી અગ્રણી સુનિલ પટેલ સહિતનાં આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતુ. ચૌટાબજાર થઈ રથયાત્રા ચોકસીબજાર, સમડીફળિયા, પંચાટીબજાર થઈ સાંજે ૭ કલાકે પુન: મંદિરે પહોંચી હતી જ્યાં મહાઆરતી બાદ મહાપ્રસાદી નો લ્હાવો ભક્તોએ લીધો હતો. સમગ્ર યાત્રા દરમિયાન “ જય જગન્નાથ” નાં ગગનભેદી નારાઓથી અંક્લેશ્વરમાં ધાર્મિક માહૌલ જોવા મળ્યો હતો.

પોલિસતંત્ર દ્વારા પણ ભર વરસાદમાં રથયાત્રા શાંતિપુર્ણ રીતે સંપન્ન થાય એ માટે પ્રસંશનીય કામગીરી અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં પોલિસ પોઈન્ટ,ધાબા પોઈન્ટ વગેરીથી ચાંપતી નજર રખવામાં આવી હતી. 1 DYSP, 3 PI, 5 PSI સહિત ૩૦૦ થી વધુ જવાનોએ સમગ્ર રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. સમગ્ર રથયાત્રા શાંતિપુર્વક સંપન્ન થતાં વહીવટતંત્ર, પોલિસતંત્ર ઉપરાંત આયજકોએ પણ રાહત અને આનંદ અનુભવ્યા હતાં.

રથયાત્રામાં જોડાનારા ભક્તો માટે વિવિધ સ્થળે પ્રસાદી તેમજ નાસ્તાના કેન્દ્રો.

અંક્લેશ્વર ખાતે યોજાયેલી રથયાત્રામાં જોડાનારા ભક્તો માટે વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ તેમજ યુવક મંડળો દ્વારા ચા-નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભરૂચી નાકા વિસ્તારમાં ચા ની વ્યવસ્થા કરાઈ હતી.ચૌટાબજાર નાગરિક બેંન્ક ખાતે અંક્લેશ્વર શહેર કોંગ્રેસ દ્વારા ફરાળી ચેવડાનું વિતરણ ભક્તોને કરાયું હતુ. જેમા પ્રમુખ ભુપેન્દ્ર જાની, જિલ્લા કોંગ્રસનાં પ્રવક્તા નાઝ ફડવાલા, સુનિલ પટેલ સહિત કોંગી હોદ્દેદ્દારો નગરસેવકોએ સેવા આપી હતી અને ભક્તો માટે ચા-નાસ્તાની પણ સગવડ કરાઈ હતા.


Share

Related posts

છોટાઉદેપુર જીલ્લાના ડોલરીયા ગામેથી જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર ડેલ્ટા વેરિયન્ટથી મોતની સંભાવના 99% થી પણ ઓછી : NIV ના રિસર્ચમાં ખુલાસો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!