Proud of Gujarat
GujaratFeaturedINDIA

જુના ભરૂચ વિસ્તારમાં બે જેટલા જર્જરિત મકાન ધરાસાઇ થતા દોડધામ-એક વાહન ને નુકશાન કોઈ જાનહાની નહિ…

Share

વરસાદી માહોલ વચ્ચે જુના ભરૂચ વિસ્તારમાં બે મકાનો ધરાસાઈ થતા તંત્ર દોડતું થયું હતું…ચકલા વિસ્તાર આવેલ ભૂતનાથ મંદિર નજીક મકાન ધરાસાઈ થતા એક વાહન દબાયું હતું.જ્યારે લાલ બજાર વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાસાઈ દોડધામ મચી હતી………
જુના ભરૂચ શહેર માં આવેલ ચકલા વિસ્તારના ભૂતનાથ મંદિર  નજીક એક જર્જરિત મકાન ધરાસાઇ થતા ભારે દોડધામ મચી હતી..જ્યારે મકાન ધરાસાઇ થતા તેના કાટમાળ નીચે એક એક્ટિવા દબાઈ હતી.. અચાનક સવાર ના સમયે મકાન ધરાસાઇ થયા ની ઘટના બનતા એક સમયે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા..તેમજ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ધરાસાઇ થયેલ મકાન ના કાટમાળ ને હટાવવા ની કામગીરી હાથધરી હતી…….
જ્યારે બીજી તરફ જુના ભરૂચ ના લાલબજાર વિસ્તારમાં પણ એક જર્જરિત મકાન નો કેટલોક ભાગ ધરાસાઇ થતા ભારે નાસભાગ મચી હતી..જ્યારે ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ વિસ્તારને કોર્ડન કરી મકાન ના કાટમાળ ને હટાવવા ની કામગીરી હાથધરી હતી….
આમ વરસાદી માહોલ માં જુના ભરૂચ વિસ્તારમાં એક સાથે બે જેટલા મકાનો ધરાસાઇ થયા અંગે ની જાણ ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની તેમજ પાલિકા પ્રમુખ સુરભી બેન તંબાકુવાલા સહિત નું પાલિકા નું તંત્ર સ્થળ ઉપર દોડી ગયા હતા…અને પરિસ્થિતિ નો ચિતાર મેળવ્યો હતો…..
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાના માહોલ ને પગલે ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારના ૩૦૦ જેટલા જર્જરિત મકાનોને નોટિસ આપ્યા છતાં આ પ્રકાર ની ઘટનાઓ તંત્ર માટે મંથન રૂપી બની રહે તેમ લાગી રહ્યું છે..અને શહેર ના અન્ય પણ કેટલાય જર્જરિત મકાનો નો ચિતાર મેળવી તેને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી જણાઈ આવે છે….
 

Share

Related posts

રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર બહેન ભાઈનાં હાથે રાખડી બાંધીને ભાઈનાં રક્ષણની કામનાં કરે છે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવા “ડોમેસ્ટિક ઈન્ટરસ્ટેટ કિકેટ” માં ઝળકી.

ProudOfGujarat

નડિયાદમાં ભેળસેળયુક્ત મસાલા બનાવતી ફેક્ટરીના સંચાલક બે ભાઈઓની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!