કિશન સોલંકી (ભાવનગર)
– કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રમુખ રાહુલ ગાંધીના ભાવનગર સહિત ગુજરાતનો પ્રવાસ ભારે વરસાદના કારણે અચાનક રદ થયો છે રાહુલ ગાંધીના ગુજરાતના પ્રવાસને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ હતી ખાસ કરીને ભાવનગર જિલ્લાના પ્રવાસને લઈ જોરશોરથી તૈયારી શરૂ થઈ હતી રાહુલ ગાંધી ઘોઘા ઉપરાંત અલંગ મેથાળા બગદાણા સહિતની મુલાકાત લેવાના હતા ખેડૂતો ઉપરાંત કામદારો સાથેની બેઠકો માટેનો તખ્તો ગોઠવાઈ ચુક્યો હતો રાહુલ ગાંધીની મુલાકાતને લઈ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ બે દિવસ પહેલા ભાવનગરના પ્રવાસે આવીને સ્થળ તપાસ કરી હતી જોકે હાલ ભારે વરસાદના કારણે રાહુલ ગાંધીનો પ્રવાસ રદ થયો છે.
Advertisement