રિપોર્ટ- પીયૂષ ગજ્જર,વિરમગામ
શ્રઘ્ઘા નો હોય વિષય તો પુરાવાની શી જરૂર..મન મક્કમ હોય તો માનવી ને ગેમતેટલા પહાડો હોય તો પાર કરવા મૂશ્કેલ નથી..જીહા..
વિરમગામ તાલુકાના કાજીપુરા ના વતની અને હાલ વિરમગામ શહેરમાં રહેતા વેપારી ગણેશભાઇ રામભાઇ રાજપુત ને છેલ્લા 3 વર્ષ થી વિચાર આવતો કે ક્યારે બાઇક લઇને ઉતરાખંડ ની ઘાર્મિક યાત્રા કરૂ બસ એજ વિચાર સાથે અહી વિરમગામ થી બાઇક લઇ ઉતરાખંડ ના રૂષિકેશ,
હરીદ્વાર,કેદારનાથ સહિત ઘાર્મિક સ્થળો ની મુલાકાત લીધી હતી. ઘાર્મિક સ્થળો ના દર્શન કરી ધન્યતા . અને આનંદ ની અનુભવ કર્યો હતો. વિરમગામ થી રૂષિકેશ સહિત ઘાર્મિક સ્થળો મુલકાત થઇ એમ 3340 કિ.મી સુઘી ની સફળ ખેડી હતી.જે સફર ને 10 દિવસ પૂર્ણ કરી વિરમગામ પરત ફર્યા હતા. બાઇક લઇને ઘાર્મિક સ્થળો ની મુલાકાત લેનાર ગણેશભાઇ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મને ઘણા સમયથી વિચાર આવતો કે કેમ બાઇક લઇને ત્રુષિકેશ સહિતના ઘાર્મિક યાત્રા કરૂ બસ વિચારની સાથે તેઓ બાઇક લઇ નીકળી ગયા અને ત્યા દર્શન અને ઘાર્મિક સ્થળો ની મુલાકાત લઇ ઘણી આનંદ ની અનુભૂતી કરી હતી.