રિપોર્ટ-પીયૂષ ગજ્જર,વિરમગામ
રથયાત્રા મા અખાડા ના ઘ્યાન મા લઇને રથયાત્રા સવારે નીકળશે..
અષાઢીબીજના દિવસે વિરમગામ અને રાજ્યામા ઘણી બધી જગ્યાએ નીકળનારી ભગવાન
જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે યાત્રાને લઇને
મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ વર્ષે
વિરમગામ શહેરમાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી નીકળનારી 36 મી રથયાત્રાની
તડામાર તૈયારીઓ રામ મહેલ મંદિર દ્વારા કરવામાં આવી રહી છે.
વિરમગામ શહેરના ઐતિહાસિક
રામ મહેલ થી દર વર્ષની જેમ વર્ષે પણ અષાઢી બીજના દિવસે 400થી વધુ વર્ષ
પૌરાણિક રામ મહેલ મંદિરથી તા.14 જુલાઇ ના રોજ સવારે 8:30 કલાકે ભગવાન
જગન્નાથજી ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી વિરમગામની ધરતી
પર પરિક્રમા કરી સાંજે નીજ મંદિર પધારશે. રથયાત્રામાં સંતો-મહંતો, રાજકીય
અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાશે.
ઉલ્લેખનીય છે કે
રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, આવામાં વિરમગામના રામ મહેલ
મંદિરમાં પણ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.જેમાં મગના
પ્રસાદમાં વધારો કરાતા મહિલાઓ દ્વારા મગની સફાઇ કરવાની શરૂઆત કરી દેવામાં
આવી છે.તેમજ રથની મરામદ કરાઇ રહી છે.તેમજ અખાડા ના કરતબબાજો દ્વારા પણ
અવનવા કરતબ ની તૈયારીઓ કરતામાં આવી રહી છે. રામ મહેલ મંદિરના મહંત શ્રી
રામકુમારદાસજી એ આ રથયાત્રા મા ભાવિક ભક્તો એ લાભ લેવા જણાવ્યું હતું.આ રથયાત્રા મા દરવર્ષ ની માફક