Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટ્રેન વ્યવહાર ખોરવાતાં નવસારી અને બીલીમોરા સ્ટેશને મુસાફરો અટવાયા, સંસ્થાઓ આવી મદદે

Share

જીગર નાયક નવસારી

Advertisement

મુંબઈમાં ભારે વરસાદને પગલે વિરાર-નાલાસોપારા ખાતે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયા છે. જેના પગલે પશ્ચિમ રેલવેની ડઝનેક ટ્રેનો અટવાતા 5 ટ્રેનો રદ્દ કરીદેવામાં આવી છે. ટ્રેનો રદ થતાં હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અટવાયેલા મુસાફરોની વ્હારે આવેલી સ્થાનિક સંસ્થા ઓ દ્વારા ચા,નાસ્તા અને ભોજન ની વ્યવવસ્થા કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મુંબઈમાં પડેલા ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેના વિરાર, નાલાસોપારા, વસઈ રોડના રેલવે ટ્રેક પાર પાણી ભરાતા આજે વહેલી સવારથી ટ્રેન વ્યવહારને અસર પડી હતી. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાંથી મળતી માહિતી મુજબ સવારથી ડઝન જેટલી ટ્રેનોને અસર થઈ હતી.જેમાંથી શતાબ્દી એક્સપ્રેસ, ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ, મુંબઇ જયપુર એક્સપ્રેસ, અગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેનો રદ્દ થઈ હતી. જ્યારે ઘણી ટ્રેનો તેના નિર્ધારિત સ્ટેશન સુધી પહોંચવાને બદલે સુરત, વલસાડ કે વાપીથી પરત ફરી હતી.

નવસારી તેમજ બીલીમોરા રેલવે સ્ટેશને સવારે 7:34 વાગ્યે થઈ 50 મિનિટ માટે રાજધાનીને સાઈડ કરાઈ હતી. મરોલી રેલવે સ્ટેશને પણ કર્ણાવતી એક્સપ્રેસ પણ કલાકો સુધી પડી રહી હતી. જેને બપોરે 12 વાગ્યા બાદ આગળ ધપાવવામાં આવી હતી. જ્યારે સવારે 9 વાગ્યાથી ભુજ-દાદર એક્સપ્રેસ ટ્રેન તેમજ કોચ્ચી -હરિદ્વાર એક્સપ્રેસને સાઇડીંગ કરાઈ હતી. જેના યાત્રીઓ છેલ્લા 5 કલાકથી નવસારી ના બીલીમોરા ખાતે અટવાયા હતા. સાથે જ અટવાયેલા મુસાફરોને વ્હારે બીલીમોરાના વિવિધ સેવા ભાવિ સંસ્થાઓ આવી હતી. જેમાં બીલીમોરા જલારામ મંદિર તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજ અને નવસારી માં જૈન સમાજ દ્વારા મુસાફરો માટે ચ્હા-નાસ્તો તેમજ પાણી અને ભોજનની વ્યવસ્થા કરી માનવતા દર્શાવી હતી.


Share

Related posts

અંકલેશ્વર તાલુકા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૩ – ૨૪ માં પ્રાથમિક શાળા પીરામણના તારલાઓ ચમક્યા

ProudOfGujarat

મંત્રી પ્રદિપભાઇ પરમાર સહિત સંકલ્પભૂમિ સ્મારક વડોદરાની તજજ્ઞ સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અમરતપુરા ની દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ની તવાઇ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!