Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના મુમતાઝ પાર્ક ખાતે રહેણાંક વિસ્તાર માં ઉભા કરાયેલ મોબાઈલ ટાવર નો વિરોધ સામે આવ્યો છે. મંજૂરી રદ કરવા સ્થાનિક રહીશોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી હતી….

Share


જાણવા મળ્યા મુજબ ભરૂચ ના જંબુસર રોડ પર આવેલ-મુમતાઝ પાર્ક.કો હાઉસિંગ સોસાયટી નજીક ઉભા કરાયેલ ખાનગી મોબાઈલ કંપનીના ટાવર થી લોકો ના સ્વસ્થ્ય જોખમાય અને પર્યાવરણ ને નુકશાન પહોંચે તેવી બાબતો ને લઇ આજ રોજ સવારે સોસાયટી ના  રહીશોએ પાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની તેમજ કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરી હતી …..
મુમતાઝ પાર્ક સોસાયટીના રહીશોએ કરેલ રજૂઆત માં જણાવ્યા અનુસાર તેઓની સોસાયટી ની લગોલગ આવેલ મોરલ હાઇલેન્ડ સોસાયટીમાં રહેતા એક મકાન સંચાલકે એક મંજિલી મકાનના ધાબા ઉપર સ્વાસ્થય માટે ખુબજ જોખમકારક તથા પર્યાવરણને ખુબજ નુક્શાનકારક એવા મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવાની પેરવી કરી રહ્યા છે..જેનો મુમતાઝ પાર્ક સોસાયટી ના રહીશો વિરોધ કરી રહ્યા છે…વધુમાં જણાવ્યું હતું કે રેડિએશન થી સ્વાસ્થ્ય ને લગતી ભયાનક અસરોને લઈ ખુબજ ચિંતિત છીએ અને ખાસ કરી ને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે…અને સોસાયટીમાં કેન્સર પીડિત બાળકીના સ્વાસ્થ્ય પર પડનારી ખરાબ અસર ને લઈ લોકો માં વધુ ચિંતા આ મોબાઈલ ટાવર ના આવવા થી થઇ છે તેમ તેઓની રજુઆતમાં રહીશોએ જણાવ્યું હતું….

Advertisement

Share

Related posts

અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમના જોઈન્ટ ઓપરેશનમાં લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયુ

ProudOfGujarat

કોરોના સંક્રમણની દહેશત પુરી થઈ નથી : કોરોના હલકો થતાં મળેલ છુટછાટો બાદ જનતાએ સાવચેત રહેવું જરૂરી .

ProudOfGujarat

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!