જિ.પં.માં હજુ ફાઇલ ચાલુ છે છતાં બિલ્ડરોએ સ્કીમ મુકી દીધી…
અંક્લેશ્વર તાલુકાનાં જીતાલી ગામે કેટલીક જમીનો હજુ બિનાખેતીની ન થઈ હોવાં છતાં બિલ્ડરોએ બાંધકામના પાટિયા ખોદી દઈ ખોદકામ શરૂ કરતાં વિવાદ જન્મ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર જીતાલી ગઆમે કેટલાંક જમીન માલિકોએ પોતાની મૂલ્યવાન જમીન બિલ્ડર્સને વેચી દીધી છે અને બિલ્ડર્સ દસ્તાવેજને આધારે કબ્જો જમાવી દીધો છે આ જમીનોને બિનખેતીની પરવાનગી માટેની કાર્યવાહી હજુ પ્રૃર્ણ થઈ નથી અને જિલ્લાં પંચાયત ખાતે એની ફાઈલ ચાલી રહી છે તેમ છતાં બિલ્ડર્સે આ જમીનોમાં રહેણાંક અને ઔધ્યોગિક પોલ્ટસ માટેની સ્કીમો જાહેર કરીને એનાં પાટિયા ખોડી દીધાં છે. એટલું જ નહિં હાલ વરસાદી ઋતુનાં લીધે પાણી ભરાતાં હોવાથી બિલ્ડરોએ આડેધડ કાંસ પણ ખોદી નાખી છે આ કાંસ માટે ગ્રામપંચાયતની પરવાનગી પણ લેવામાં આવી નથી જે ચર્ચા અને વિવાદનો મુદ્દો બન્યા છે. બિલ્ડરો પોતાના ખર્ચે પોતાની જમીનમાં કાંસ બનાવી રહ્યાં હોવાની કેફિયત ભલે રજુ કરતાં હોય પરંતુ આ કામ ગેરકાયદેસર છે. વળી આ કાંસનુ જોડાણ બિલ્ડર્સ દઢાલની વરસાદી પાણીની કાંસ સાથે કરી દેતાં ભરવરસાદમાં અનેક મુશ્કેલીઓ સર્જાઈ શકે એમ છે. બિનખેતીની પરવાનગી કે ગ્રામપંચાયતની મંજુરી વિના બિલ્ડર્સ દ્વારા કરાતી આ કામગીરી સામે ગ્રામપંચાયત પણ મૌન છે ત્યારે આ અંગે જિલ્લા પંચાયતમાં રજુઆત કરાતાં ભારે દોડધામ અને ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.