(કાર્તિક બાવીશી )ડુંગરી નજીક આવેલા શંકરતળાવ ગામ ખાતે રહેતા સુનિલ નગીનભાઈ પટેલે ના ઘર પાછળ શિકાર ની શોધમાં નીકળી આવેલ મહાકાય અજગર રાત્રી ના સમયે મરઘાના પાંજરા માં ઘુસી ગયો હતો.અને અંદર બેઠેલા મરઘાંનો શિકાર કરી એક મરઘી ખાઇ ગયો હતો.જયારે એક મરઘી નો શિકાર કરી મોહ માં નાખી ખાઇ રહ્યો હતો.જયારે સવારે સુનિલ પટેલની મમ્મી પાંજરૂ ખોલી મરઘી નો ખોરાક આપવા જતા તેમને દેખાતા તેવો એ બૂમાબૂમ કરતા તેમનો છોકરો સુનિલ દોડી ગયો હતો.જયારે તેમણે પોતાના મોટા પપ્પા ના છોકરા અને ગામના બહાદુર સેવા ભાવી સરપંચ રાકેશ પટેલ ને જાણ કરાતા સરપંચ રાકેશ પટેલે આવી સાથે ઉમેશ પટેલ નો સાથ સહકાર થી પાંજરા માંથી મહાકાય અજગરને બહાર કાઢતા અજગરે શિકાર કરેલી મરઘીને બહાર આવી ઉલટી કરી નાખી હતી.ત્યાર બાદ ગામના સરપંચ રાકેશ પટેલે આ અજગરને પકડી લીધો હતો.જે હમણે ગામના ઘણા લોકો ભેગા થય ગયા હતા અજગરને જોવા.અજગરને દુરના જંગલમાં છોડી દેવામાં આવતા ઘરના લોકોએ રાહત અનુભવી હતી.
શંકરતળાવ ગામે અજગર દેખાયો ,સરપંચના આગમનથી અજગર ઝડપાયો
Advertisement