ભરૂચ ના નગર પાલિકા ના સત્તા ધીશો માત્ર એ સી કેબીનોમાં બેસવામાટે આવતા હોય તેમ લાગી રહયુ છે..કારણ કે ચોમાસાની સીઝન ના પ્રથમ વરસાદ વચ્ચે જ ગંદકી અને કાદવ કીચડ ની અસંખ્ય ફરિયાદો લોકો વચ્ચે થી ઉઠવા પામી છે…….
ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના રહીશો તો જાણે કે પાલિકામાં હાઉસ ટેક્સ અથવા કોઈ પણ પ્રકાર નો વેરો ન ભરતા હોય તેમ પાલિકાના ભેદભાવભરી નીતિ નો શિકાર બન્યા છે..કેટલાય દીવસો થી અસંખ્ય ફરિયાદો ગંદકી.ભુવા.પડવા અને કાદવ કીચડ ની ઉઠવા પામી છે તેમ છતા પાલિકા નું નિદ્રાધીન તંત્ર જાગતું ન હોય તેવી નીતિ અપનાવી રહ્યા છે……
અવાર નવાર પાલિકાના સભ્યો તેમજ અધિકારીઓ ને રજૂઆતો કરવા છતાં ફૂટબોલ ની રમત ની જેવી પાલિકા તંત્ર ની નીતિના કારણે આજે પણ લોકો પોતાની મૂળભૂત સુવિધાઓ થી વંચિત રહ્યા છે ..અને આખરે કંટાળી ભરૂચ ના સંતોષી નવી વસાહત તેમજ અન્ય સોસાયટી વિસ્તાર ની મહિલાઓ અને પુરૂષો એ પાલિકા કચરી ખાતે ઢસી જઇ પાલિકા પ્રમુખ ની ચેમ્બર માં હોબાળો મચાવી રજુઆત કરી હતી…તેમજ પાલિકા કચેરી ખાતે ગંદકી ગ્રસ્ત વિસ્તારો ના ફોટા વારા પોસ્ટરો લગાવી વિરોધ વ્યક્ત કરી વહેલી તકે તેઓની સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો પાલિકા કચેરી ને તાળા બંધી ની ચીમકી ઉચ્ચારી હતી……
અત્રે ઉલ્લેખનીય છે કે નફ્ફટ અને નિદ્રાધીન બનેલા પાલિકા નું તંત્ર ની કહેતાં ભી દીવાના સુનતા ભી દીવાના નીતિના કારણે આખરે ભરૂચ ની ભોળી પ્રજા લાચાર ભર્યા માહોલ માં જીવન વિતાવવા મજબૂર બની હોય તેમ લાગી રહ્યું છે.હવે આશા રાખીયે કે ચોમાસામાં ઠંડુ પડી ગયેલું પાલિકાનું તંત્ર શહેર ના લોકો ની સમસ્યાઓ વહેલી તકે દૂર કરશે તેજ સમય ની માંગ છે….નહિ તો આજ પ્રજા ભલભલા ને કાયમ માટે આરામ ભર્યા જીવન માં મોકલવા માટે પણ સક્ષમ છે તે વાત કદાચ આ નેતાઓએ ભૂલવી ન જોઇએ……
ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ખાતે ચોમાસા ના માહોલ દરમિયાન ગંદકી અને કાદવ કીચડ ના સામ્રાજ્ય થી કંટાળેલા સ્થાનિક રહીશોએ પાલિકા પ્રમુખ ને રજુઆત કરી હતી……..
Advertisement