Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ અને દાઉદી વોહરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો મોટાપાયે કાર્યક્રમ યોજાયો હતો.

Share

દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે દાહોદ જિલ્લા પોલીસ અને દાઉદી વોહરા સમાજ દ્વારા વૃક્ષારોપણનો મોટાપાયે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ, દાઉદી વોહરા સમાજના ગોદી રોડના આમીલ મુર્તુઝા, હેડ ક્વાટર DY.S.P. એક.કે.ગોહીલ, વેપારી એસોસિએશનના ઇકબાલ ખરોદવાલા,તેમજ વોહરા સમાજના ગોદી રોડના સેક્રેટરી અને દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી.પટેલ તેમજ દાહોદ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યોં હતો.

આ કાર્યક્રમ શરૂઆત દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહના સ્વાગતથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ દાહોદ જિલ્લા DY.S.P. હેડ ક્વાટર એમ.કે.ગોહીલનું સ્વાગત કરી અને દાહોદ જિલ્લા વોહરા સમાજના અગ્રણી વેપારી ઇકબાલ ખરોદવાલાએ જણાવ્યું હતું કે અમારા મોલાના અને બોમ્બે સ્થિત ધર્મગુરુના આદેશથી અમે વર્ષોથી આ ટ્રી પ્લાન્ટેશનનું કામ કરીએ છીએ અને અમારી સમાજના યુવાઓએ અત્યાર સુધી ૪૭૯૨૪ વૃક્ષો વાવી દીધા છે.

Advertisement

વધુમાં ઉમેરાતાં તેઓએ કહ્યું હતું કે આ યુવાઓ માત્ર વૃક્ષો વાવતા જ નથી તેની માવાજત પણ કરે છે અને આ વૃક્ષોનું દર રવિવારે જ્યાં જ્યાં વાવેલા છે ત્યાં જઈ અને ચકાસીને જે તે જરૂરત પુરી કરે છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહ,આમીલ મુરતઝા, DY.S.P. હેડ ક્વાટર એક.કે.ગોહીલે વૃક્ષારોપણ કરી અને છોડોને પાણી પીવડાવ્યું હતું ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ સ્ટાફ અને વોહરા સમાજના યુવાનો વૃક્ષરોપવામાં લાગી ગયા હતા. આ વૃક્ષોરોપણના કાર્યક્રમમાં આજે કુલ જિલ્લામાં ૩૦૦૦ જેટલા વૃક્ષો રોપાશે અને ખાસ કરીને ચોમાસુ છે એટલે તે વૃક્ષને વધુ ફાયદો થાય અને વ્યવસ્થિત ઉગવામાં મદદ મળે એટલે હાલમાં આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને તેનાથી વાતાવરણ અને પ્રક્રૃતિનો બહવ: થાય છે પરંતુ માનવ જીવન પર પણ તેની ઘણી બધી અસર થાય જેમકે વધુ ઓક્સિજન મળે, વરસાદ વધુ આવે અને તડકામાંથી બચવા માટે છાંયડો પણ મળે છે. આમ દાહોદ જિલ્લા પોલીસ વડા અને દાઉદી વહોરા સમાજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમ ખુબજ સારી રીતે સંપન્ન થયો હતો.


Share

Related posts

ઝઘડિયા : પરિવારના યુવક સાથે ચુંટણીની અદાવત રાખી ઝઘડો કરતા ચાર સામે ફરિયાદ.

ProudOfGujarat

बॉलीवुड में एंट्री से पहले पेट्रोल पंप में काम करती थी ये एक्ट्रेस…

ProudOfGujarat

ભરૂચ : મર્હુમ એહમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ પ્રાઉડ ઓફ ગુજરાત પરિવારની અશ્રુભીની શ્રદ્ધાંજલી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!