જીગર નાયક,નવસારી
નવસારી પોલીસના બેવડા ધોરણથી લોકો વિચારણામાં મુકાય છે. ઍક તરફ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડાય છે તો બીજી તરફ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખુલેઆમ નિયમોની ઐસીતૈસી કરાઇ રહી છે. ત્યારે ઍલ.સી.બી. નિયમોનો અમલ કરવાને બદલે ખુદ નિયમો તોડી ને પ્રજાને કાયદાનું રક્ષણ કરવાનું શિખવવાને બદલે પોતે જ કાયદાનું ભક્ષણ કરવાની પ્રેરણા આપે છે.
નવસારી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોને ડામવાનું જેનું મુખ્ય કામ છે. તેવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ક્રાઇમ ઘટાડવાના નામે માત્ર દારૂના નાના મોટા કેસો કરાય છે. જિલ્લામાં છેડે ચોક ચાલતા દારૂના પીઠાઅો પર રહેમ નજર રાખીને માત્ર દેખાવ પુરતા જ કેસો કરાય છે. તેમાંય કાકા – મામનું ચાલી રહ્નાં છે. વળી, જિલ્લામાં જ્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું કામ પોલીસ વિભાગે કરવાનું છે. ત્યારે આવા કિસ્સામાં પણ જાણે ઍલસીબી પોલીસ કાયદાથી બહાર હોય તેવું લાગી રહ્નાં છે. ઍલસીબી દ્વારા વપરાશમાં લેવાતા વાહનોમાં નંબર પ્લેટનું જ અસ્તિત્વ જ હોતુ નથી તો વળી આ વાહનોમાં કાળા કાચ સહિતના આર.ટી.અોના નિયમોનું પાલન પણ થતું નથી. વળી પોલીસ દ્વારા કરાતા દારૂના કેસો પણ દેખાવ પુરતા જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. મુદ્દામાલને સ્થળ પર જ કબજે કરી તેને શિલ મારવાને બદલે કચેરીનો પટાંગણમાં જ આ ખેલ પણ કરાય છે.
ઍલ.સી.બી દ્વારા દારૂ ઝડપવાના કેસોમાં પણ મોટેભાગે અંધારાનો લાભ લઇને આરોપીઅો ભાગી છબટતાં હોવાનું જ જાણવા મળે છે. તો ઝડપાયેલા મુદ્દામાલ સામે પણ શંકાઅો ઉભી થાય છે. નવસારી ઍલ.સી.બી. ટીમને કાયદાનો અમલ કરાવવામાં અોછો અને પોતાની જાહુકમી અને રોફ જમાવવામાં વધુ રસ હોય તેવું દેખાય છે.તેવી ચર્ચા ટોક ઓફ થઈ ટૉવન છે