હાલોલ
અષાઢી બીજ ના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે દર વર્ષની જેમ આ વખતે પણ 14મી જુલાઈના રોજ આ વર્ષે ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા નીકળવાની છે ત્યારે હાલોલ ઉત્સવ સમિતિ દ્વારા ભગવાનના રથની તૈયારીઓ કરાઈ રહી છે તેમજ રથયાત્રાના દિવસે નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે તેથી હાલોલમાં આવેલ કણજરી ગામ ખાતે રામજી મંદીરે ભગવાન જગન્નાથની રથયાત્રાના રથને તૈયાર કરવાની તડામાર તૈયારી ચાલી રહી છે તેવામાં નગરના ભક્તજનો જોડાઈ ગયા છે રથનું તૈયારીઓ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન કરવામાં આવી છે જેમા 4 થી 5 ભક્તો જોડાયેલા છે અને આ રીતે આ રથની સાફ સફાઈ કરી પછી રથનું રંગ રોગાણ શરૂ કરવામાં આવે છે રથના પૈડાને પણ સમારકામ કરાઈ રહ્યા છે ભક્તો ભગવાનને રિજવવા તૈયારીઓ કરી રહ્યા છે તેમજ આ રથયાત્રામાં મગનો અને જાંબુનો પ્રસાદ આપવમાં આવતો હોય છે આવી રહ્યો છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બહેન શુભદ્રા અને ભાઈ બલરામ નગર યાત્રા એ નીકળશે.. આ રથયાત્રા હાલોલ મંદિર ફળિયા ખાતેથી તેનો પ્રારંભ થશે ત્યાંથી હાલોલ બજારમાં થઈ પાવાગઢ રોડ થઈ સ્ટેશન રોડ પર બસ સ્ટેન્ડ થઈ કણજરી રોડ ચાર રસ્તા થઈ વડોદરા રોડ થઈને ફરી પરત મંદિર ફળિયા ખાતે પરત ફરશે જેથી હાલોલમાં પણ રથયાત્રાને લઈ રથની તડામારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેના ભાગ રૂપે રથને રંગ રોગાણ કરી તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આ રથયાત્રા બપોરે 4:00 વાગ્યાથી શરૂ થશે તેમજ આખા હાલોલ નગરમાં ફરશે અને તેમા સાથે સાથે ભજન કીર્તન પણ કરવામાં આવશે અને આ રથયાત્રામાં હાલોલના દરેક ભક્તો જોડાશે અને રથયાત્રામાં જય રણછોડ માખણ ચોરના નારાથી હાલોલ નગર ગુંજી ઊઠશે આ રથયાત્રામાં અનેક સ્કૂલના બાળકો દ્વારા પણ વેશભૂષા ધારણ કરીને અલગ અલગ રૂપમાં જોવા મળે છે અને આ રીતે હાલોલ નગરમાં પણ રથયાત્રાના રથને આખરી ઓપ અપાઈ રહ્યો છે…