Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળામાં ચોરી થયેલ મોબાઈલનો ભેદ ઉકેલલવામાં એલ.સી.બી અને એસ.ઓ.જી ને સફળતા મળી.

Share

 
હોસ્ટેલમાંથી ચોરાયેલ નવ મોબાઈલ પૈકી ચાર રિકવર કરી વડોદરાના યુવાનની અટક બાકીનાની તપાસ હાથ ધરી
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):રાજપીપળામાં બાઈકો અને મોબાઈલ ચોરીના બનાવોમાં વધારો થયો છે.આવી ચોરીના અનડિટેક્ટ રહેલા ભેદ ઉકેલવા નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા અને નાયબ પોલીસ વડા રાજેશ પરમારે LCB પીએસઆઇ એ.ડી.મહંત અને SOG પીએસઆઇ એચ.જી.ભરવાડને સૂચના આપી હતી.

નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા અને નાયબ પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન મુજબ જિલ્લામાં અનડિટેકટ રહેલા ચોરીના ભેદ ઉકેલવા માટે LCB પીએસઆઈ એ.ડી.મહંત અને SOG  પીએસઆઇ એચ.જી.ભરવાડે રાજપીપળામાં ચોરાયેલા 9 મોબાઈલ શોધી કાઢવા ટેકનીકલ ટીમની મદદ લીધી હતી.જેમાં તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે અક્ષય લાલુ રાણા રહે,સહજાનંદ ફ્લેટ રૂમ નં-203 સોમા તળાવ,વડોદરાને પકડી એની પૂછપરછ કરતા ચોરેલા 9 મોબાઈલ રાજપીપળાની અંબુભાઈ પુરાણી સ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલ હોસ્ટેલમાં આવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.જેમાં ચોરાયેલા મોબાઈલ પૈકી 4 મોબાઈલ જેની કિંમત 10 હજાર ગણી એની પાસે રિકવર કર્યાં હતા.બાદ બાકીના મોબાઈલની રિકવરી માટે તપાસ હાથ ધરી હતી.આમ નર્મદા LCB અને SOGના સંયુક્ત ઓપરેશનથી આ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બેકાબુ બનેલ ઇનોવા કાર વૃક્ષમાં ભટકાઇ : ૪ ને ઇજા એકનું મોત.

ProudOfGujarat

વડોદરા : દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને ફતેગંજ પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

નવસારી : ચીખલીમાં લીંબુના પાકમાં સારી કમાણી કરતા ખેડૂતોની મૂંઝવણ, લીંબુની આ વર્ષે ડિમાન્ડ હોવા છતાં ક્વોલિટી બગડતાં નુકસાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!