Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓ/ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધઃ

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી સી.આર.ખરસાણે ગુજરાત પોલીસ અધિનિયમ અન્‍વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી અને બહુમાળી મકાનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જયાં રોજે – રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્‍ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવ્‍યા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્‍યકિતઓ/ઇસમોના પ્રવેશ ઉપર તાત્‍કાલિક અસરથી તા.૧૨મી જુલાઇ, ૨૦૧૮ સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા તે માટે મદદ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ.

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

સ્ટ્રોંગ ઇન્ડિયા કી સ્ટ્રોંગ બેટીયાના સૂત્ર સાથે પર્વતારોહણ કરતી વડોદરાની નિશા કુમારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!