Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ વિઘાનસભા ચૂંટણી પહેલા સોશ્યલ મીડિયા પર અપક્ષ ઉમેદવાર ના ફોટા પર ભાજપના ખેસ પહેરાવી વાયરલ થતા ચૂંટણી હારવા ને લીઘે રજુઆત બાદ પણ ફોટો વાયરલ કરનાર સામે કાર્યવાહી ન થતા અપક્ષ ઉમેદવારે તાલુકા સેવાસદન બહાર પેટ્રોલ છાંટી આત્મવિલોપન પ્રયાસ કર્યો…

Share

પીયૂષ ગજ્જર,વિરમગામ.

પોલીસે આત્મવિલોપન નો પ્રયાસ કરનાર ની અટકાયત કરી…

Advertisement

ગત વિરમગામ વિઘાનસભા ની ચૂંટણી પહેલા અપક્ષ ઉમેદવાર વિનોદચંદ્ર રાવલ ના ફોટા પર ભાજપનો ખેસ પહેરાવી એડિટીંગ કરી સોશ્યલ મીડિયા વાયરલ કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા માટે લેખીત મા રજુઆત કરી હતી જે રજુઆત બાદ પણ આરોપીઓ સામે ફોટો વાયરલ કરનાર સામે યોગ્ય કાર્યવાહી ન કરતા આત્મવિલોપન નો ચીમકી ઉચ્ચારી હતી જે અનુસંઘાને આજરોજ વિરમગામ તાલુકા સેવાસદન બહાર પેટ્રોલ છાંટી આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો. પોલીસે આત્મવિલોપન નો પ્રયાસ કરનાર ની અટકાયત કરી હતી. અને કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છેક ગત 4-6-2018 ના રોજ વિરમગામ નાયબ કલેક્ટર ને લેખિત મા રજુઆત કરી હતી. જેમા ફરી ચૂંટણી યોજવી અને ફોટો એડિટીંગ કરનાર સામે કાર્યવાહી કરવા રજુઆત કરાઇ હતી.એક મહીના જેટલા સમય બાદ પણ કોઇ કાર્યવાહી ન થતા આખરે આજરોજ તાલુકા સેવાસદન બહાર વિઘાનસભા ચૂંટણીમાં હારેલ અપક્ષ ઉમેદવાર વિનોદચંદ્ર રાવલ એ પેટ્રોલ છાંટી આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો  તરતજ પોલીસે અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે અપક્ષ ઉમેદવાર વિનોદચંદ્ર રાવલ વિઘાનસભા ની ચૂંટણીમાં પરાજય થયો હતો.


Share

Related posts

આદિવાસી વિસ્તારની ૫૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રેરીત હાટ બજારોના વિકાસ માટે ૫૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત.

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વરનાં માર્ગ પર ઇકો વાન ખાડામાં ખાબકી એક વ્યક્તિને ગંભીર ઇજા.

ProudOfGujarat

ઝઘડિયાના ઇન્દોર ગામે મહિલા સરપંચને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહેતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!