જીગર નાયક, નવસારી
Advertisement
નવસારી જિલ્લા માં છેલ્લા ચોવીસ કલાક થી ભારે વરસાદ ને પગલે જલાલપોર તાલુકાના ઉમભરાટ ગામની ફિલ્ટશન પ્લાન પાસે 1986 માં બનેલ ટાંકી વધુ પડતા વરસાદને કારણે જમીનદોસ્ત થઈ છે સદનસીબે કામ કરતા કર્મચારીઓનો આબાદ બચાવ થયો છે જે ટાંકી જમીનદોસ્ત થઈ છે એ ટાંકી આજુબાજુના 6 ગામને શુદ્ધ પીવાનું પાણી નું વિતરણ કરવામાં આવતું હતું જે ટાંકી પડી જતા પાણી પુરવઠા પર અસર કરશે જ્યારે આ બાબતે જવાબદાર અધિકારી કેમેરા સમક્ષ આવવાનો ઇન્કાર કરી રહ્યા છે.