અણધડ રીતે થયેલી કામગીરીથી લોકોને હાલાકી…
દબાણ અને ઊંચારસ્તાઓથી ઠેરઠેર પાણી ભરાવાની સંમભાવના…
અંક્લેશ્વરમાં છેલ્લાં ૪૮ કલાકથી વરસાદી માહૌલે અંક્લેશ્વર પાલિકાની પ્રિમોંન્સુન કામગીરી ઉપરાંત અણધડ વહીવટની પોલ ખુલ્લી પાડી છે.
અંક્લેશ્વરમાં તા.૪ જુલાઈનાં રોજ બપોરે ૪ વાગ્યા સુધીમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો. ૩૬ કલાકમાં વરસેલા આ વરસાદનાં પગલે નગરનાં અનેક વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરવાની ઘટનાઓ તો બની જ હતી પરંતુ લોકોનાં ઘરમાં પણ પાણી ઘુસી ગયાં હતાં. અંક્લેશ્વરનાં પંચાટી બજાર વિસ્તારમાં પાલિકા દ્વારા જુના રસ્તા પર જ નવો રસ્તો બનાવી દેવાયો છે જેને લીધે મકાનો આપોઆપ નીચાણમાં જતાં રહ્યાં છે. આમ પણ વર્ષોથી પંચાટી બજાર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હતી જ અને એમાં પાલિકાની આ અણધડ કામગીરીએ વધારો કર્યોં છે ૩૬ કલાકથી અવિરત ચાલતાં વરસાદી ઝાપટાંઓએ પંચાટી બજારનાં અનેક ઘરોમાં પ્રયાણ કર્યું હોય એમ પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયા હતાં પંચાટી બજારથી નર્મદા કાંઠા સુધી વરસાદી પાણીનાં નિકાલ માટે કાંસ તો બનાવાઈ છે પણ એના પર દબાણો ઊભાં થઈ જતાં પાણી અવરોધાવતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અંક્લેશ્વર નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની વિસ્તારમાં પણ મુખ્ય રસ્તો તળાવમાં ફેરેવાઈ જતાં લોકોને તકલીફો ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત સુરતી ભાગોળ, હસ્તી તળાવ જેવાં વિસ્તારોમાં પણ પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ પૂરવાર થઈ છે.
અંક્લેશ્વર પાલિકાનાં સત્તાધીશો કે વિપસ્ત સભ્યો માત્ર વોટબેંક જાળવીની બેસી રહેવામાં માનતા હોય અને પાલિકાને કમાઉ દીકરો માની બેઠાં હોય એવી છબી ઉત્પન થઈ રહી છે. લોકોને પડતી તકલીફો પરત્વે તેઓનું ધ્યાન નથી. અણધડ રીતે રસ્તા બનાવાવાં અને લાખોનાં ખર્ચે તદન નિષ્ફળ પ્રિમોન્સુન કામગીરી કરવી એ જાણે પાલિકાની આદત બની ગઈ છે. ત્યારે હવે તો પાલિકાતંત્ર ફક્ત જનહિતનાં બણગાં ફુંકવાના બદલે સાચાં અર્થમાં જનતાને વરસાદનાં લીધે પડતી હાલાકી દુર કરવા માટે સક્રિય બને એવી વ્યાપક લોકમાંગ ઉઠી રહી છે