બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બુદ્ધદેવ માર્કેટ ખાતે આવેલ હોસ્પિટલનજીક ના શોપિંગ સેન્ટર નો સ્લેબ ઘરાસાઈ થતા અફરાતફરી નો મહોલ સર્જાયો હતો…સ્લેબ ના કાટમાળ નીચે ત્રણ જેટલી મોટરસાયકલ દબાઈ હતી જોકે સદનસીબે ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…
ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ કાટમાળ ને હટાવી મોટરસાયકલો બહાર કાઢી હતી….
Advertisement