જીગર નાયક,નવસારી
Advertisement
ગત મોડી સાંજ થી સમગ્ર નવસારી જિલ્લામાં માં વરસી રહેલા વરસાદ ને પગલે જનજીવન પર અસર જોવા મળી છે.જિલ્લામાં અનેક જગ્યા એ વરસાદી પાણી નો નિકાલ જલ્દી ન થતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.નવસારી માં વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે શહેર અને ને.હાઇવે ને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતા.પાણી ભરાવવા થી વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.સમગ્ર જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતો માં આનંદ છવાયો હતો.જિલ્લા માં અનેક જગ્યા એ ખેડૂતોએ ચોમાસું ડાંગર ની રોપણી શરૂ કરી હતી.
સવારે 6 થી સાંજે 4-00 કલાક સુધીનો કુલ વરસાદ (મી.મી.)
નવસારી- 105 મી.મી
જલાલપોર- 112 મી.મી
ગણદેવી -61 મી.મી
ચીખલી- 83 મી.મી
વાંસદા – 28 મી.મી
ખેરગામ – 19 મી.મી