(કાર્તિક બાવીશી ) વલસાડમાં અનેક વિવાદોમાં રહેનારી નગર પાલિકા તેમના શાસકોની આખું બંધ કરી છે કે ખુલી છે તે એક મોટો પ્રશ્ન છે જો આંખો ખુલી હોઈ તો મોગરાવાડીના છતરીયા ખાડા વિસ્તાર બાજું નજર નાખો ગંદકીનો”નજારો “જોવા મળશો વલસાડ નગર પાલિકા સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતુ કરે છે પણ સત્ય શુ છે તે આ તસ્વીર કહી જાય છે વલસાડ નગર પાલિકાના નેતાઓ ,પ્રમુખો ,સોશિયલ મિડીયા પર ફોટો સેશન બંધ કરી કામગીરીને પ્રાધાન્ય આપે તે મહત્વનું છે જો સોશિયલ મીડિયા પર આ વિસ્તારની ગંદકીના ફોટો મુકો તો લોકોની સમસ્યાનું તત્કાલ નિરાકરણ આવશો પણ કરે કોણ ? વલસાડ નગર પાલિકા વોડ ૭માં પણ ખૂબજ ગંદકી છે ખુલી ગટરો કોઈનો ભોગના લે તો સારૂ તેવી ચર્ચા છે દેશના પ્રધાનમંત્રી ગાંધી જયંતી પર સ્વચ્છતા અભિયાનનું જે ભાષણ કરે ત્યારે લાગે મેરા દેશ બદલ રહા હે પણ તે જ ભાષણની મજાક વલસાડ નગર પાલિકા કરતું હોઈ તેવું લાગે છે ત્યારે અેમ લાગે મેરા વલસાડ ગંદકી તરફ ચલ રહા હે તેવું લોકો કહે છે વલસાડ નગરપાલિકા શુ આંદોલનની રાહ જોવે છે કે લોકોના મોરચાની રાહ જોવે છે લોકોના પ્રશ્નની આગ તંત્ર ને મતથી ખાખ કરે તો નવાઈ નહી.