Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-વિજાપુરમાં ર, કપરાડામાં દોઢ ઇંચ ગુજરાતના ૯૦ તાલુકાઓમાં ઝરમર અને ઝાપટાનો વરસાદ

Share

 

(કાર્તિક બાવીશી ) રાજયભરમાં સટાસટી સાથે એન્‍ટ્રી લેનાર મેઘરાજા નરમ પડતા વરસાદનું જોર ઘટયું છે. રાજયના આશરે ૯૦ જેટલા તાલુકાઓમાં ઝરમરથી ર ઇંચ જેટલો હળવો વરસાદ નોંધાયો છે. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડામાં દક્ષિણ ગુજરાત પંથકમાં સુરત જીલ્લાનાં તાલુકાઓમાં સુરત સીટી ૪૩ મી.મી., ચોપોશી અકીલા ૪૦ મી. મી., બારડોલી ૩૬ મી. મી., પલસાણા ૧૭ મી. મી. તો વલસાડ જીલ્લાના કપરાડામાં ૩૬ મી. મી. અને નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર પંથકમાં ૪૦ મી. મી. તાપી જીલ્લાના વાલોળમાં રપ મી. મી. વરસાદ નોંધાયેલ છે. પૂર્વ અને મધ્‍ય ગુજરાત પંથકમાં ખેડા જીલ્લાના તાલુકાઓમાં માતર રર મી. મી. વાસો ૧૯ મી. મી. અને ખેડા ર૮ મી. મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં સીનોર ર૮ મી. મી. અને દેશર ૧૩ મી. મી. વરસાદ નોંધાયેલ છે. મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં વિરપુર-૪પ મી. મી., કડાણા ૧૮ મી. મી., તો છોટા જીલ્લાના તાલુકાઓમાં જેતપુર પાવી ૧૪ મી. મી. વરસાદ નોંધાયેલ છે. ઉત્તર ગુજરાત પંથકમાં પાટણ જીલ્લાના તાલુકાઓમાં રાધનપુર ર૯ મી. મી. અને સરસ્‍વતી ૩૬ મી. મી. તો બનાસકાંઠા જીલ્લાના તાલુકાઓમાં વડગામ ર૯ મી. મી. તથા સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ઇડર ૩૪ મી. મી. અને વિજયનગર ૧૮ મી. મી. વરસાદ નોંધાયેલ છે. ઉપરાંત મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં સતલાસણા ૩૭ મી. મી. ઉંજા ૧ર મી. મી. અને વડનગર ૧૭ મી. મી. વરસાદ નોંધાયેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજયના ર૭ જીલ્લાઓમાં ઝરમર થી ૪પ મી. મી. સુધીનો વરસાદ નોંધાયો છે આ લખાઇ રહયું છે ત્‍યારે એટલે કે સવારે ૯.૩૦ કલાકે રાજયના અનેક વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. પરંતુ કયાંય મેઘરાજાએ જમાવટ કરી હોય એવા વાવડ મળતા નથી.

Advertisement

Share

Related posts

નડિયાદ સર્કિટ હાઉસ ખાતે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા કાર્યશાળા યોજાઈ.

ProudOfGujarat

પાલેજ – વલણ માર્ગ પર અકસ્માતમાં એક યુવકનું મોત…

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અદાણી ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ. કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!