(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આંબાતલાટ પ્રાથમિક શાળા ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચેરી, તેમજ જિલ્લા પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન એન.ડી.આર.એફ., ૧૦૮, ૧૦૧ ફાયર, ડીઝાસ્ટર વગેરેની ટીમે આપત્તિ સમયે આપણો બચાવ કેવી રીતે કરવો તે અંગે પ્રત્યક્ષ નિદર્શન દ્વારા વિસ્તૃત સમજણ આપી હતી.
આ પ્રસંગે જી.એસ.ડી.એમ.એ.ના એ.સી.ઇ.ઓ. જી.સી.બ્રહમભટ્ટે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્યહેતુ કુદરતી આફતોના જોખમથી તેની અસરો ઘટાડવા માટે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેનું શિક્ષણ, લોકોમાં જાગૃતિ અને ક્ષમતાવર્ધક તાલીમનું આયોજન કરવાનો છે. ગુજરાત સરકારે આપત્તિ વ્યવસ્થાપનની પ્રક્રિયામાં શાળા સલામતીને શરૂઆતથી જ પ્રાધાન્ય આપ્યું છે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી એમ.બી.પ્રજાપતિ, તાલુકા પ્રા.શિ.અધિકારી કૌશર, શાળાના આચાર્ય રામજીભાઇ, શાળા સમિતિના સભ્યો, વાલીઓ, બાળકો, હાજર રહ્યા હતા.