કિશન સોલંકી (ભાવનગર)ભાવનગર જીલ્લામા ગેરકાયદેસર રીતે હથિયારો રાખતા ઇસમોને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એમ.માલ સાહેબે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને ખાસ સુચના આપેલ જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. સોહિલ ભાઈ ચોકીયા ને મળેલ સંયુક્ત બાતમી આધારે પાલીતાણા તાલુકાના જસપરા બસ સ્ટેશન પાસેથી જામગરી બંદૂક સાથે આરોપી ઈકબાલ અહેમદભાઈ લડક/ડફેર ઉં.વ. ૨૦ રહેવાશી મૂળ શાપુર તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ હાલ જીવાપર તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર વાળા ને ઝડપી પાડી આર્મ્સ એકટ તળે જરૂરી કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. અને અાગળ ની તપાસ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. જગદીશ ભાઈ મારું ચલાવી રહ્યા છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબની સૂચના થી હેડ કોન્સ. યોગેન્દ્ર સિંહ ગોહિલ તથા જગદીશ ભાઈ મારું તથા હરેશભાઈ ઉલવા પોલીસ કોન્સ. સોહિલ ભાઈ ચોકિયા તથા નિતીનભાઇ ખટાણા જોડાયા હતા.