તા. ૨૬/૬/૨૦૧૮
ભરૂચ જીલ્લામાંથી પ્રસાર થતી વિદેશીદારૂ ની ટ્રકની મળેલી બાતમી ના આધારે અને જીલ્લા પોલીસ વડાની સુચનાથી વગુસણા રોડ ઉપરથી એલ.સી.બી ના એ.એસ.આઈ બાલુભાઈ આહિરે વિદેશીદારૂની ટ્રક પકડી પાડી હતી,
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લામાં વિદેશીદારૂની બદીને દામવા માટે જીલ્લા પોલીસ વડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોની હદમાં ઘણા પોહિબિસનનાં કેસો કરવમાં આવ્યા હતા. ગત રોજ રાત્રીમાં એલ.સી.બી ને મળેલી માહિતી મુજબ પરપ્રાતિય અને પ્રતિબંધીત ઈગ્લીશદારૂ અંક્લેશ્વર તરફ થી વડોદરા તરફ એક ટ્રક નં RY-06-GA-4163 માં પ્રસાર થઈ રહ્યોં છે તે બાતમીની વોચમાં હતા તે માહિતી વાળી ટ્રક નંબર દેખાતા તેને રોકી તપાસ કરતા પ્લાયવુડ મળી આવ્યોં હતો, તે ટ્રકની બારીકાઈથી તપાસ કરતા ક્લીનર સાઈડમાં કેબિનના પાછળના ભાગે નાનો દરવાજો બનાવેલ હોય જે ખોલી અંદર જોતા ઇગ્લીસ બનાવટના દારૂની પેટીઓ ભરેલી હતી,જે મળેલ હકિકત મુજબ ન હતી ટ્ર્ક માં ભરેલ વિદેશીદારૂની ગણતરી કરતા ટ્રકમાથી વિદેશીદારૂની પેટી નંગ-૪૫૩ માં ભરેલ કુલ બોટલ નંગ-૫૪૩૬ ની કુલ કિંમત ૨૭,૧૮,૦૦૦/- અને સાથે ટ્રકની કિંમત ૧૦,૦૦,૦૦૦ તાડપત્રી તથા દોરડુ ૩૦૦૦ અને ગુડલી માં મળેલ રોકડ રકમ રૂ.૮૦૦૦ તથા મોબાઈલ સહિત રૂપિયા ૧૦૦૦ નો કુલ ૩૭,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જ્પત કરી એલ.સી.બી ના એ.એસ.આઈ બાબુભાઈ આહિરે નબીપુર પો.સ્ટેશનમાં પ્રોહિ એક્ટ કલમ ૬૫ એ,ઈ ૯૮(૨),૮૧ મુજબના ટ્રક ડ્રાઈવર રવિંદ્ર સુરજપાલ યાદવ રહે કેલાના તા.ગન્નોર જી. સોનીપત હરિયાણા તથા રાજેશ રાજકુમાર ઝાટ રહે મેહમદપુરા માજરા તા.ગન્નોર જી.સોનીપત હરિયાણા અને ટ્રક માલિક ગોપાલ બાબુભાઈ તૈલી તથા સોનુ નામના ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.