(કાર્તિક બાવીશી )વલસાડના શહેરી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ ધુમ્રપાન નિતિનિયમોનું પાલન ન કરતા અને જાહેર સ્થળ ઉપર ધુમ્રપાન કરતા લોકો તેમજ પાનના ગલ્લા વાળઓની આરોગ્ય અધિકારીના પ્રતિનિધિઘ ફુડ અને ડ્રગ્સ વિભાગ તેમજ પોલીસ અધિકારીની સ્કવોડ ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરતા ૨ વ્યક્તિ અને ૧૬ પાનના ગલ્લાવાળા મળી કુલ ૧૮ વ્યક્તિઓ પાસેથી ૩૫૫૦ રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. આ તપાસ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને તમાકુનું વેચાણ નહીં કરવા તેમજ ધુમ્રપાન ન કરવા અંગે ૬૦ બાય ૩૦ નું મોટું બોર્ડ લગાવવા સૂચના આપી હતી.
ડીસ્ટ્રીકટ કંટ્રોલ સેલમાં આરોગ્ય વિભાગના ડૉ.મનોજ પટેલ, ફૂડ અને ડ્રગ્સ વિભાગના વી.ડી.પટેલ તથા પોલીસ વિભાગના આર.સી.મકવાણા તથા ડિસ્ટ્રિકટ ટોબેકો કંટ્રોલ સેલ- આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.