મેઘો મહેરબાન::-ઝઘડિયા-રાજપારડી માર્ગ ઉપર પાણી ફરી વળતા ૧૦૮.એસ.ટી સહિત અનેક વાહનો ફસાયા…૧ નું મોત ૨૦ થી વધુ લોકો ને બચાવાયા….
જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લામાં સવાર થી મેઘ મહેર થતા અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા …ઝઘડિયા રાજપારડી માર્ગ ઉપર ઠેરઠેર રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા અનેક વાહનો અટવાયેલા નજરે પડ્યા હતા ….
દર્દીઓને લેવા માટે જતી ૧૦૮ એમ્બ્યુલન્સ પાણી માં ફસાઈ હતી તો બીજી તરફ એસ ટી બસો પણ ઠેરઠેર પાણી ફસાતા અનેક મુસાફરો અટવાયા હતા અને બસ ના છાપડે ચઢી તંત્ર ની મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા જેઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા…તેમજ કેટલાય અન્ય વાહનો પણ પાણી વચ્ચે ફસાયેલા નજરે પડ્યા હતા ….જ્યારે રતનપુર નજીક નાળુ તૂટતા ક્રેન મશીન તેમજ અન્ય વાહનો પાણી માં ડૂબ્યા હતા…અને પશુઓ પણ તણાયા હોવાનું જાણવા મળ્યું હતું…..
વધુ માં જાણવા મળ્યા મુજબ ઝઘડિયાના પડવાણીયા ગામ નજીક પાણીમાં ટ્રેકટર પલટી જતા ચાલક તણાયો
હતો જેમાં યુવાનની લાશ મળી આવી હતી…
Advertisement