જી.આઈ.ડી.સી. માંથી આવતું પ્રદૂષિત પાણી આમલખાડી માં વહેતુ થયુ*
*આમલા ખાડી ઓવરફ્લો થવા ને કારણે પીરામન બ્રિજ નીચે રસ્તો બંધ થયો*
તારીખ.25.06.18
અંકલેશ્વર..દિનેશ અડવાણી
આજ રોજ ચોમાસા ઋતુ ની શરૂઆત થઈ અને પહેલાજ વરસાદ માં સરકારી તંત્ર ની કામગીરીઓ ની પોલ ખુલી ગઈ જેમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત ગંદુ અને અલગ અલગ કલર નું પાણી મોટા જથ્થા માં આમલખાડી માં જતું નજરે ચડ્યું હતું
2 કલાક ના વરસાદ માં આમલખાડી ઓવરફ્લો થઈ હતી અને આમલખાડી રેલવેબ્રિજ ના નીચે પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
આમલખાડી માં વર્ષો થી દરેક વર્ષે પ્રિમોન્સૂન ની સફાઈ કામગીરી કરવામાં આવતી હતી અને કલેકટર ના આદેશ મુજબ એ કામગીરી નોટિફાઇડ વિભાગ અંકલેશ્વર દ્વારા કરવામાં આવતી હતી આ વર્ષે પણ આ કામગીરી કરવા માટે નાયબ કલેકટર 15.05.18 ના રોજ પત્ર લખી નોટિફાઈડ વિભાગ ને આમલખાડી સફાઈ કરવા બાબતે જણાવ્યું હતું જેનો જવાબ નોટિફાઈડ વિભાગ ના ચેરમેન શ્રી એ 07.06.18 રોજ આપી જણાવ્યું હતું કે હવે આ કામગીરી ની જરૂરિયાત રહેતી નથી અને અંકલેશ્વર જીઆઇડીસી નું પ્રદુષિત પાણી આમલખાડી માં જતું નથી તેથી હવે જો જરૂર હોય તો જી.આઈ.ડી.સી. વિભાગ દ્વ્રારા આ કામગીરી કરવાની રહેશે. આમ પત્ર દ્વારા કામગીરી કરવાનો સાફ ઇનકાર કરેલ હતો.જોકે પેહલા જ વરસાદ માં નોટિફાઈડ દ્વારા કરવામાં જે કહ્યું હતું કે હવે જરૂર નથી અને એફલૂએન્ટ જતું નથી એવા કરેલ બન્ને દાવા ને ખોટું પાડ્યું હતું. વરસાદ બંધ થવાને કલાકો થયા પછી પણ આમલખાડી નું ઓવરફ્લો બંધ થયું ના હતું.જે દર્શવાતું હતું કે પ્રિમોન્સૂન કામગીરી કરવાની જરૂર હતી.
આ તો હજુ ચોમાસા ની શરૂઆત છે આગળ જતાં આ પરિસ્થિતી માં વધુ બગાડ થશે અને વધું નુકશાન થઈ શકે છે અને તે રોકવા ના કરેલ સફાઈ કામગીરી કરવાની જરૂરિયાત છે.સફાઈ કોણ કરે એ તંત્ર નક્કી કરે એ જરૂરી છે.જેથી પ્રજા ને થતી મુશ્કેલી દૂર થાય.