દક્ષીણ ગુજરાત,સૌરાષ્ટ્ર સહીત મધ્ય ગુજરાતમાં વરસાદ હવામાન વિભાગની આગાહી આગામી 26,27 તારીખે દક્ષિણ ગુજરાત ભારેવરસાદ પડી શકે છે ……..
આજે સવારે ક્યાં ક્યાં વરસાદી માહોલ જામ્યો::- પ્રથમ વાત કર્યે તો ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી
નડિયાદ શહેરના રબારીવાડ , સંતરામ રોડ , શ્રેયસ ગરનાળુ , વૈશાલી ગરનાળુ , પશ્ચિમ વિસ્તાર , વિકેવી રોડ પર નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા-પહેલાજ વરસાદમાં લોકો ને પરેશાની નો સામનો કરવો પડ્યો
આણંદ મેઘરાજાની પધરામણી
છેલ્લા બે કલાક થી ધીમી ધારે પકડી રહેલ વરસાદ
લોકોને ગરમીથી રાહત -મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ -ખેડૂતો આજ થી રવિ પાકનું વાવેતર કરશે……
વડોદરા વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ
વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
વડોદરાવાસીઓએ વરસાદનો આનંદ માણ્યો
વિજળીના કડાકા સાથે વરસી રહ્યો છે વરસાદ…..
અમદાવાદઆંબાવાડી વિસ્તારમાં ઝાડ થયું ધરસાઈ
પવન સાથે વરસાદ પડતાં વહેલી સવારે ઝાડ ધરાશાહી થયું-કોઈ જાન હાની નથી…..
દાહોદ સમગ્ર દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ
મોડી રાત્રે સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
ધોધમાર વરસાદના કારણે દાહોદ શહેરની લાઈટો બંધ……
મહેસાણા જિલ્લાના કડીમાં વરસાદ નું આગમન
કડી શહેર અને તાલુકામાં ધીમી ધારે વરસાદ….