Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર-ભીમ અગીયારસ તહેવાર નિમીતે જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં ૭ ઇસમને રોકડા રૂ.૧૬૩૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

Share

 

(કિશન સોલંકી )ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારુ તથા જુગારની પવૃતિને નેસ્તનાબુદ કરવા તેમજ આજરોજ ભીમ અગીયારસ હોય જુગારના કેસ કરવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી ઇશરાણી સાહેબ તથા પો.સ્ટાફના એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા ડી.આર.ચુડાસમા તથા હેડ કોન્સ ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ કિર્તીસિંહ રાણા તથા જયદિપસિંહ જાડેજા તથા  ફારૂકભાઇ મહિડા તથા ખેંગારસિંહ ગોહિલ તથા ચિંતનભાઇ મકવાણા તથા સાગરદાન લાંગડીયા વિ. પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન  પો.કોન્સ. ચિંતનભાઇ તથા કિર્તીસિંહ રાણાને સયુકત બાતમીરાહે મળેલ હકિકત આધારે આડોડીયાવાસ કતલખાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૭ માણસો ગંજીપતાનાં પાના તથા રોકડા રૂા.૧૬૩૦૦/-, નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ. જે તમામ મુદ્દામાલ કબ્જે કરી સાત ઇસમોને ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

Advertisement

(૧) રામુભાઇ રમણભાઇ પરમાર/આડોડીયા ઉવ.૫૦ રહે.તિલકનગર આડોડીયાવાસ કતલખાનાની બાજુમાં ભાવનગર

(૨) યુનુસભાઇ શેરૂભાઇ શેખ/પઠાણ ઉવ.૩૨ રહે.સરીતા સોસાયટી શેરી નં.૧૧ નિલુભા સરવૈયાના  મકાનમાં ભાડેથી ભાવનગર મુ.છાછર તા.કોડીનાર જી.ગીર (૩) જલ્પેશભાઇ ઘનશ્યામભાઇ પટેલ/વસોયા ઉવ.૩૩ રહે.ખેડુતવાસ ૫૦ વારીયા પ્લોટ નં.એફ/૧૪૬ શારદાબેનની દુકાન પાસે ભાવનગર (૪) રવિભાઇ રમેશભાઇ હોળંદીયા/દે.પુ ઉ.વ.૩૨ રહે. તિલકનગર આડોડીયાવાસ કતલખાનાની બાજુમાં ભાવનગર (૫) વિજયભાઇ વિજાભાઇ પરમાર/કોળી ઉ.વ.૨૦ રહે.સરીતા સોસાયટી શેરી નં.૧૧ નિલુભા સરવૈયાના મકાનમાં ભાડેથી ભાવનગર મુ.નાનુ મોણપરીગામ તા.વિસાવદર જી.જુનાગઢ (૬) ઇમરાનખાન અહેસાનખાન પઠાણ/સિપાઇ ઉ.વ.૨૩ રહે.સરીતા સોસાયટી શેરી નં.૧૧ ભાડેથી ભાવનગર મુ.જીજીનું વાળુકડ તા.જી.ભાવનગર

(૭) વિપુલભાઇ કાન્તીભાઇ કહાર/ભોઇ ઉવ.૨૩ રહે.તિલકનગર મેલડીમાંના મંદિર પાછળ દે.પુ વાસ ભાવનગર

આમ,જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં સાત ઇસમને કુલ રૂ.૧૬૩૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડવામાં ઘોઘારોડ પોલીસેને સફળતા મળેલ છે.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં માટીએડ ગામે આમલખાડીનાં પાણી ખેતરોમાં પિયત તરીકે આપતા ખેડૂતોનાં પાક સુકાઇ જતા ખેડૂતોને આર્થિક નુકશાન થયું છે.

ProudOfGujarat

જામનગર : ધ્રોલમાં ત્રણ મકાનમાંથી તસ્કરોએ 1.84 લાખની મતાની ચોરી કરી

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર-જીત ગૌણ ગણાવતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!