કેન્દ્ર સરકાર દ્વારા બે મહત્વના પ્રોજેક્ટ હાઇવે તથા બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા માટે અામોદ તાલુકાના કોઠી – વાતરસા ગામના પાદરમાં એક ખેડૂત સમાજ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ગણેશ સુગર ફેકટરીના ચેર પર્સન સંદિપ માંગરોલાએ સરકાર દ્વારા ખેડૂતોની મહામૂલી જમીન સંપાદન માટેનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરી કોઇપણ ભોગે જમીન સંપાદન પ્રક્રિયાનો ગામે ગામ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા અાહવાન કર્યુ હતું. સરકારને ખેડૂત વિરોધી ગણાવી ખેડૂતોના પ્રશ્નો પ્રતિ નિષ્ફળ ગણાવી ખેડૂતોને જાગૃત થઇ એક અવાજે સરકાર સામે લડત લડવા એક થવા હાકલ કરી હતી.
ત્યારબાદ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલે ઉગ્ર પ્રતિક્રિયા અાપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા હાઇવે તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે ખેડૂતોની અમુલ્ય જમીનની સંપાદન પ્રક્રિયા સામે ખેડૂતોને એક જુથ થઇ ઉગ્ર વિરોધ વ્યક્ત કરી કોઇપણ ભોગે સરકારને જમીન સંપાદન કરતી અટકાવવા ખાસ હાકલ કરી હતી. સરકારની ખેડૂત વિરોધી નિતી સામે અાકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોને સબોધતા તેઓએ જણાવ્યું હતું કે જમીન સંપાદન વિરોધમાં એક એફિડેવિટ કરી જાપાનની સરકાર પહોંચાડી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી પોતાની લાગણી વ્યક્ત કરતા ખેડૂતોએ એકી અવાજે હાકલને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…
Advertisement