ભરૂચ શહેર ના કેટલાય વિસ્તારોમાં કલાકો સુધી વીજ કાપ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..વીજ કાપના કારણે લોકો ના રોજિંદા જીવન ઉપર અસર પડી હતી…તેમજ વીજ પુરવઠા થકી ચાલતા રોજિંદા વેપાર ધંધા ના કર્યો પણ ખોળવાયા હતા …….
શહેર માં કલાકો સુધી વીજ કાપ ના કારણે શહેર ની કેટલીય શાળાઓના બાળકો ના ભળતર ઉપર પણ અસર પડી હતી તો વર્ગ ખંડો માં બાળકો ગરમી અને બફારા વચ્ચે લાચાર બની શિક્ષણ કાર્ય લેવા માટે મજબૂર બન્યા હતા …
તો બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા દર્દીઓ પણ કલાકો સુધી વીજ પુરવઠા વગર જનરલ હોસ્પિટલના અલગ અલગ વોર્ડ માં ગરમી વચ્ચે સારવાર લેતા નજરે પડ્યા હતા…ત્યારે અત્યંત ગંભીર હાલત માં સારવાર લેતા દર્દીઓ વીજ કાપ ના કારણે દયનીય સ્થિતિમાં મુકાયા હતા …….
એક તરફ વીજ કાપ વચ્ચે સમગ્ર શહેર ગરમી માં લટપત હતું તો બીજી તરફ શહેર ના નિકલકંઠ નગર વિસ્તાર માં આવેલ સ્ટેશન રોડ મિક્ષ શાળામાં સ્થાનિક નગર પાલિકા ના સભ્યો શાળાના બાળકો ને કલાકો સુધી વગર વીજ પૂર્વથે ભાષણો આપી શાળા પ્રવેશોત્સવ કરાવતા દ્રશ્યો નજરે પડ્યા હતા..એક તરફ નેતાઓ ભાષણ આપતા નજરે પડ્યા હતા તો નેતાઓ અને શિક્ષણ સમિતિ ના હોદ્દેદારો ગરમી માં શેકાઈ રહેલા બાળકો ને શાળા પ્રવેશોત્સવ કરાવતા નજરે પડ્યા હતા શિક્ષણ સમિતિ ના સભ્ય ઇન્દિરા બેન ને સમગ્ર મામલે પૂછતા હસતા મોઢે ઇન્દિરા બેન કહેવા લાગ્યા હતા કે ખબર હોત તો પછી કાર્યક્રમ રાખત..આતો જી.ઇ બી ની સમસ્યા છે તેમ જણાવી હસતા મોઢે વાતને કાપતા નજરે પડ્યા હતા………..