શહેરા, વિજય સોલંકી
શહેરા તાલુકાના મંગલિયાણા ગામે પંચાયતનો હેન્ડપંપ મુકાવા બાબતે બબાલ થતા બે પક્ષો વચ્ચે શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મંગલીયાણા ગામના સામતસિહ પગી પોતાના ઘર પાસે પંચાયત માથીમંજુર થયેલો હેન્ડપંપ મજુર થતા પોતાનાઘરપાસે મુકાવવા જતા ગામમા રહેતા સ્વરૂપભાઈ ભુરાભાઈ અહી હેન્ડંપંપ નહી થાય કોને પુછીને મુકવા આવ્યા છો ? તેમ કહેતા ફરિયાદીએ સ્વરૂભાઈને ઘરે મોકલી આપ્યા હતા.ત્યારબાદ ફરીગાળો બોલતા ના પાડવા જતા અન્ય ઈસમ વિજયભાઈ,મોહનભાઈ , મનોજભાઈ એ ભેગા મળી સામતસિંહ પગી,મોહનભાઈ પગી, સંજયભાઈ પગી, રેશમબેન પગી કે જેઓ છોડાવા પડતા હાથ માની લાકડી મારી દેતા ઈજા પહોચાડી હતી. અને એટ્રોસીટીના કેસમા ફસાવી દેવાની ધમકી આપી હતી. શહેરા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.