Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગેરકાયદેસર દારૂની દાહોદ જીલ્લામાં ધુસણખોરી કરતા બુટલેગરો ઉપર લાલ આંખ કરતી જીલ્લા પોલિસ

Share

વિદેશીદારૂની હેરાફેરી કરતી બે કાર અને ચાર આરોપીની ધરપકડ કરતી એલ.સી.બી.

દાહોદ જીલ્લા પોલિસ અધિક્ષક શ્રી પ્રેમવીર સિંહ નાઓએ દાહોદ જીલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા તેમજ આવી બદીને જડમુળથી નેસ્તનાબુદ કરવા સારૂ જીલ્લા પોલિસ તથા લોકલ ક્રાઈમ બ્રાંન્ચ સખત સુચના આપેલ અને એક ચોક્કસ એકસન પ્લાન બનાવી તેની ચુસ્ત અમલવારી કરવા કરેલ સુચના મુજબ આવી અસામાજીક પ્રવ્રૃતિને ડામી દેવા અસરકારક અને પરિણામલક્ષી કામગિરી કડક હાથે કરાવા અને આવી બદી ડામી દેવા સારૂ એલ.સી.બી. અલગ અલગ ટીમો બનાવી હેરાફેરી અટકાવવા સારૂ એન્ટ્રી /એક્ઝીટ પોઈન્ટો ઉપર વાહન ચેકીંગ દરમિયાન બાતમી રાહે ટોલનાકા, પિપલોદ ખાતેથી એક સેન્ટ્રોકાર નંબર-જી.જે.૧૬ એ એ. ૪૦૭ વાળી તેના ચાલક મિતુલકુમાર કીરણસિંહ ગોહીલ, તથા બે ઇસમો સાથે અલગ અલગ વિદેશી બ્રાન્ડ ની નાની મોટી બોટલો ૪૨૦ કિ.રૂ.૭૩,૨૦૦/-ગાડી કિ.૧૫૦૦૦૦- તથા મોબાઈલ મળી કુલ કિ.  ૨૨૬૨૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડી દેવગબારીયા પો.સ્ટે. ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

Advertisement

બીજી ટીમને મળેલ બાતમી રાહે દાહોદ ટાઉન પો.સ્ટે. હદ વિસ્તારમાંથી એક ઇન્ડીકા ગાડી નંબર જી.જે.૧૮ એ.એ. ૮૬૭૫ વાળી પોલિસ નાકાબંધી છોડી સીટીમાંઘુસી જતા તેના ચાલક સાથે અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલો કુલ ૬૧૬ કિ.રૂ.૩૦૮૦૦/- તથા ગાડી કિ.૧૦૦૦૦૦/- કુલ. રૂ.૧,૩૦,૮૦૦/- નો મુદામાલ સાથે હિરાભાઈ સબુરભાઈ મોહનીયા રહે. વરમખેડા તા. દાહોદ ને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે. આમ બે ગણનાપાત્ર કેશો શોધી કાઠેલ છે.


Share

Related posts

ભરૂચ : દહેજમાં આઇસર પાછળ ઇનોવા કાર ધુસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા તાલુકાના સિંગલગભાણ ગામે આકાશી વીજળી પડવાથી 17 જેટલા પશુઓનું મરણ.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં સત્તાધીશો સામે ડસ્ટ બીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરીમાં ગોબાચારીને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!