વડોદરા વરનામાં પોલીસ નો બુટલેગરો પર સપાટો-લાખ્ખો ના વિદેશી દારૂ ના જથ્થા સાથે બે ઈશમોને ટ્રક સાથે ઝડપી પાડ્યા…
(હિતેશ બી પટેલ)વડોદરા જિલ્લા ના વરનામાં પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓ પ્રોહી. જુગાર પર નાબૂદ કરવામાં સોગંદ ખાધી તેમ ફરી એકવાર વરનામાં પોલીસ દ્વ્રારા વિદેશી દારૂ નો જથ્થો મોટા પ્રમાણ માં ઝડપી પાડવામાં આવ્યો હતો.
વરનામાં પોલીસ સ્ટેશન ના psi એચ.પી.પરમાર.તથા.સેકન્ડ psi એ.વી.પાનમીયા તથા વરનામાં પોલીસ સ્ટેશન ડી. સ્ટાફ તથા પોર બીટ ના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક તેમની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી.તે અભિનંદન ને પાત્ર છે..
વડોદરા જિલ્લા ના પોર નજીક સલાડ .રૂવાદ ગામ પાસે રાભીપુરા ગામ આવેલું છે ગામની સિમ ફાર્મહાઉસ આંબાના ઝાડ રોપી કેરી આડમાં વિદેશી દારૂ નો વેપલો વરનામાં પોલીસે ઝડપી પાડ્યો.અને ફાર્મહાઉસ ના માલિક અલ્પેશ ભાઈ દિનેશ ભાઈ પટેલ રહે. મકરપુરા ગામ અમીન ખડકી માં રહે છે.અને ફાર્મહાઉસ ઉપર નારાયણ ભાઈ છીતાંભાઈ નાયક ફાર્મહાઉસ રહે છે.
ફાર્મહાઉસ માં આંબાના ઝાડ રોપી કેરી વેચવાના આડમાં વિદેશી દારૂ વેપલો કરવામાં આવે છૅ. વરનામાં પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારીઓ રાત્રી દરમિયાન ડી.સ્ટાફ પોલીસ કોન્ટેબલ મહેન્દ્રભાઈ ભારતસિંહ પરમાર…મહેન્દ્રસિંહ ભાઈ ત્રિભોવન ભાઈ પોર બીટ ના જમાદાર સંતોષપ્રસાદ સૂર્યમની પાઠક તથા પોલીસ કોસ્ટેબલ પરીક્ષિતસિંહ કીર્તિસિંહ ચુડાસમા તથા કેશુભાઈ મનુભાઈ ના પોલીસ પેટ્રોલીગ માં હતા.તે દરમિયાન વરનામાં પોલીસ સ્ટેશન ના psi સેકન્ડ એ.વી.પાનમીયા ને બાતમીદાર બાતમી મળી હતી કે રાભીપુરા ગામનો કુખ્યાત બુટલેગર સંજયભાઈ મણિલાલ પાટણવાડિયા રે અલ્પેશ ભાઈ દિનેશ ભાઈ ના ફાર્મહાઉસ ઉપર એક ટ્રક નંબર RJ27. GA. 2613 માં પરપ્રાંતીય વિદેશી દારૂ મંગાવેલ છે અને અલ્પેશ ભાઈ દિનેશ ભાઈ પટેલ ના ફાર્મહાઉસ ઉતારેલ છે આ બાતમી ને વાકેફ રાખી ને વરનામાં પોલીસ ના માણસો રેડ ત્યાં બે આરોપી ને દબોચી લીધા હતા.
પોલીસે આરોપી નું નામ પૂછતાં તેનું (૧)નારાયણ ભાઈ છીતાભાઈ નાયક રહે. મોટી આમરોલ છોટાઉદેપુર (૨) અસ્વીન ભાઈ શનાભાઈ પાટણવાડીયા રહે રાભીપુરા ગામ માં ત્યાં પોલીસે ટ્રક માંથી ૧૧૮ પેટી વિદેશી ઝડપી પાડ્યો હતો. ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ.૩૦૧૧ તેની કુલ કિંમત ૪.૬૬.૪૦૦/-તથા ટ્રક ની કિંમત ૧૫ લાખ મળી કુલ કિંમત ૨૦.૬૬.૪૦૦/- ઝડપી પાડવામાં આવ્યો હતો. અને સંજય ભાઈ મણિલાલ પાટણવાડીયા રહે.રાભીપુરા ને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
અને વધુ માં વરનામાં પોલીસ સ્ટેશન ના સેકન્ડ psi પાનમીયા એ જણાવ્યું હતું કે જો ફાર્મહાઉસ ના માલિક અલ્પેશ ભાઈ દિનેશ ભાઈ પટેલ ની દારૂ વેપલા માં સામેલ હશે તો તેને આરોપી તરીકે લેવામાં આવશે. બે દીવસ સતત વરનામાં પોલીસ સ્ટેશન ના psi એચ.પી.પરમાર અને સેકન્ડ psi એ.વી.પાનમીયા અને ડી.સ્ટાફ તથા પોર બીટ ના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી. અને અભિનંદન ને પાત્ર છે જો આવા અધિકારીઓ જો દરેક પોલીસ સ્ટેશન માં હોઈ ને વડોદરા રૂરલ માં ૧૦૦% દારૂ બંદી થઇ જાય અને હજુ વડોદરા રૂરલ પોલીસ સ્ટેશન હદ માં દારૂ ના ધંધા ધમ ધમે છે.