રાજપીપળા પુુરવઠા ગોડાઉન મેનેજર સોનજી વસાવા સહીત તિલકવાડા અને સાગબારાના ગોડાઉન મેનેજર તેમજ એક જુનિ.ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ
પુરવઠા વિભાગમાં ચાલતા ભ્રસ્ટાચાર બાબતે વારંવાર ફરિયાાદો ઉઠી છે ત્યારે હજુ ઘણા લાંચિયા અધિકાારીઓની પોલ ખુલી શકવાના એંધાણ.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નર્મદા જિલ્લા પુરવઠા ખાતામાં ચાલતા ભ્રરસ્ટાચાર બાબતે વારંવાર ફરિયાદો ઉઠી હતી ત્યારે એ.સી.બી એ રાજપીપળા ખાતે આવેલા પુરવઠાના ગોડાઉનના મેનેજર સૌનજી વસાવા સહીત અન્ય ત્રણ પૈકી મુકુંદ મહેન્દ્ર વસવા જુનિયર ક્લાર્ક રાજપીપળા,ત્રિવેદીભાઈ ગોડાઉન મેનેજર સાગબારા,હસમુખ.જે.પટેલ ગોડાઉન મેનેજર તિલકવાડા સહીત કુલ ચાર વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી પડ્યા હતા
જાણવા મળ્યા મુજબ આ મામલે ફરિયાદ કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં પરિવહન ઈજારેદાર છે.એમણે એ.સી.બી માં એવી ફરિયાદ કરી હતી કે ભરૂચથી સરકારી અનાજની ગાડીયો ભરી રાજપીપળા ખાતેના મુખ્ય ગોડાઉન પર માલ મોકલવાનો હોય ત્યારે માલમાં ઘટ આવે છે માલ ઓછો આવે છે એમ ખોટા બહાના કાઢી આક્ષેપિતોએ પોતાની પાસે 18 હજાર રૂપિયાની માંગ કરી હતી.આ ફરિયાદને આધારે એ.સી.બી એ છટકું ગોઠવ્યું હતું જેમાં સોનજી વસાવાને રૂપિયા 10 હજાર તથા મુકુંદ વસાવાને 8 હજાર રૂપિયા લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.આ સફળ ટ્રેપ કરનાર નર્મદા એ.સી.બી ના પી.આઈ પી.ડી.બારોટે વડોદરા એ.સી.બી ના મદદનીશ ઇન્ચાર્જ જી.ડી પલસાણાના સુપરવિઝન હેઠળ આ સફળ ટ્રેપ પુરી કરી આરોપીયો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરતા નર્મદા જિલ્લાના અન્ય લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.