:-ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના નીણમ ગામ ફીડર વિસ્તાર ના ખેડુતો ને જીઈબી કચેરી દ્વારા સમય સર વિજળી ન અપાતા આમોદ તાલુકાના ખેડુતો ના વાવેલા લાખો રૂપિયા ના બીયારણ ની બગડવા ની ભીટી સેવાતા ખેડૂતો એ આજ રોજ આમોદ જીઈબી કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થઇ હલ્લો મચાવ્યો હતો જેના ભાગરૂપે ખેડૂતો ની અને ડેપ્યુટી એન્જીનીયર વચ્ચે ભારે ચકમક થઇ હતી…..
આમોદ તાલુકાના રોઘ ગામ ના ખેડુત કેતન ભાઈ એ આક્રોશ વ્યકત કરતાં જણાવ્યુ હતું કે નીણમ ફીડર છેલ્લા ચાર દિવસથી બંધ છે અસંખ્ય વખત રજૂઆતો કરી હોવા છતાં પણ જીઈબી દ્વારા કોઈ પણ પ્રકાર નુ કામગીરી હાથ ન ધરતાં આજે ઉગ્ર રજૂઆત કરવા ની ફરજ પડી હતી…
જયારે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના પૂર્વ ચેરમેન અને રોધ ગામ ના ખેડૂત પુત્ર હસમુખ ભાઈ પટેલે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે ખેડૂતો એ આધુનિક પદ્ધતિ થી ખેતી ની શરૂઆત કરી છે જેમાં વિજળી ની જરૂરીયાત ઉભી થતી હોય છે ત્યારે આમોદ જીઈબી દ્વારા ખેડૂતો ને સમયસર વીજળી ન અપાતા ખેડૂતો ને લાખો રૂપિયાના ખર્ચે વાવેલા બીયારણ નો બગાડ થઈ શકે છે અને અમે લોકો એ જીઈબી કચેરી મા વારંવાર રજૂઆતો કરી હોવા છતાં વીજળી ન અપાતા આમોદ તાલુકાના ખેડુતો ભેગા થઇ આજ રોજ આમોદ જીઈબી કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો જયારે વધુ મા તેમણે જણાવ્યુ હતું કે જો વહેલી તકે જીઈબી ના અધિકારી ઓ દ્વારા ખેડૂતો ના પ્રશ્નો ને હલ નહી કરાઈ તો જીઇબી કચેરી ને તાળા બંધી કરવા મા આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી