:-મળતી માહિતી મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલ નું અંધેર વહીવટ ફરી એક વાર ચર્ચા માં આવ્યો હતો..અવાર નવાર સિવિલ હોસ્પિટલ ના તંત્ર દ્વારા થતા કાર્યો ચર્ચા નો વિષય બને છે…એજ પ્રકાર ની એક ઘટના આજ રોજ સામે આવી હતી……
ભરૂચ જનરલ હોસ્પિટલ ના કંપાઉન્ડ મા આવેલ પાર્કીંગ ખાતે થી જાહેર માં મેડકીલ વેસ્ટ ના ઢગ નાખવામાં આવ્યા હોવાના કારણે ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….પાર્કીંગ ના ખૂણા માં હેન્ડ ગ્લોઝ.બ્લડ થી ભરાયેલ ટોતીઓ.દવાની સીસીઓ.ઈંજેક્સન જેવી મેડીકલ ને લગતી સામગ્રી જાહેર માં નજરે પડતા લોકો ના સ્વાસ્થ્ય સાથે જાહેર માં હોસ્પિટલ ના તંત્રએ ચેડા કર્યા હોય તેમ લાગતું હતું……..
હોસ્પિટલ ના પાર્કીંગ ખાતે જાહેર માં પડેલા મેડીકલ વેસ્ટ અંગે ની જાણ હોસ્પિટલ ના તંત્ર ને થતા તંત્ર માં ભારે દોઢધામ મચી જવા પામી હતી અને ઘટના સ્થળે સિવિલ સર્જને દોડી આવી સમગ્ર મામલા અંગે તપાસ ના આદેશ આપી દોષિતો સામે પગલાં ભરવા અંગે ની બાહેદરી આપી હતી…………
હાલ અહીંયા એ ગંભીર સવાલ ઉભો થઇ રહ્યો છે કે જે હોસ્પિટલ માં શહેર ના હજારો લોકો સાજા થવા માટે આવતા હોય છે તે જ હોસ્પિટલ ના તંત્ર ના કર્મીઓ આ પ્રકારે જાહેર માં મેડીકલ વેસ્ટ નાખી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે તે કેટલું યોગ્ય કહી શકાય તે બાબત હાલ આ પ્રકાર ના ઘટના બાદ થી ટોક ઓફ ધી ટાઉન બની છે…….