Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાના 11 સરકારી શાળાના ધો-6,7 ના વર્ગો નવા શૈક્ષણિક સત્ર સાથે બંધ કરાયા.

Share

 
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):સમગ્ર ગુજરાત રાજ્યમાં 11મી જૂન થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે.ત્યારે નર્મદા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાની કુલ 11 સરકારી શાળાઓના ધોરણ-6,7 ના વર્ગો બંધ કરાયાનો નિર્ણય લેવાયો છે.
વર્ષો અગાઉ પ્રાથમિક શિક્ષણમાં ધો-1 થી 7ની શાળાઓ પ્રાથમિક શાળામાં ગણાતા હતા.જો કે હાલમાં શૈક્ષણિક પદ્ધતિમાં બદલાવની સાથે ધો-1 થી 5 ની શાળા પ્રાથમિક અને ધો-6 થી 8 ની શાળાઓ અપર પ્રાયમરી શાળાઓ તરીકે ઓળખાય છે.જે શાળાઓમાં ધો-6 અને 7 માં વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવવામાં આવી હતી અને એસ.એસ.સી ની મંજૂરી બાદ નર્મદા જિલ્લાની 11 શાળાઓમાં સંખ્યાના અભાવે ધો-6 અને 7 ના વર્ગો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.જો શાળાઓમાં ઓછી સંખ્યા હોય તે છતાં જો વર્ગો ચાલુ રહે તો નિયમ મુજબ ધો-8 માં 3 શિક્ષકોને મુકવા પડે છે.જેથી સરકારી ભારણ પણ વધે છે તો  RTI ના કાયદા મુજબ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે,પ્રત્યેક બાળકને ફરજીયાત શિક્ષણ મળી રહે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું નર્મદા જિલ્લાની શિક્ષણ શાખામાંથી જાણવા મળ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકાની 1, સાગબારા તાલુકાની 6, તિલકવાડા તાલુકાની 4 મળી કુલ 11 શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી ધો-6 થી 7 ના વર્ગો બંધ કરાયા છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ ઇન્દોર હાઇવે પર પોલીસે ટ્રકમાં લઈ જવાતો લાખોની કિંમતનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

વડોદરામાં રી યુઝ ધ ઓલ્ડ સાઇકલ અંતર્ગત ૧૫ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સાઇકલ ભેટ આપી

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જીલ્લામાં ડીસ્ટ્રીકટ જજની ટ્રાન્સફરનો બાર એસોશીએશન એ વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!