ગોધરા: જીતપુરા ગામની સીમમા આવેલ ખેતરોમા છુપાવેલો રૂ ૧૦ લાખનો વિદેશી દારુનો જથ્થો LCB એ જપ્ત કર્યો
ગોધરા-પંચમહાલ જિલ્લામાં દારુની હેરાફેરી તેમજ વેપલો હવે જાણે સામાન્ય બની ગયો છે.એક બાજુ પંચમહાલ પોલીસ દારુની હેરાફેરી પર રોક લગાવવા ભારે કમર કસી રહી છે.અને સફળતા પણ તેમા મેળવી રહી છે.છતા દારુનો વેપાર કરનારા બુટલેગરો
પોલીસની બીક જ રહી નથી તેમ બેરોકટોક વેચાણ કરતા હોય છે.પંચમહાલ LCB અને વેજલપુર પોલીસની સંયૂકત ટીમે ગોધરા તાલુકાના જીતપુરા ગામે એક ખેતરમા તુવેરના સૂકા પુળાઓ નીચે છુપાવેલો ૧૦,૬૪,૪૦૦ રુપિયાની કીંમતનો વિદેશી દારુનો જથ્થો પકડી પાડી ચાર ઇસમો વિરુધ્ધફરિયાદ નોધી તપાસના ચક્રો ગતિમાન કર્યાછે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનૂસાર પંચમહાલ જિલ્લા LCB ઇન્સ્પેકટર ડી.એન.ચુડાસમાને ખાનગી બાતમી દારો પાસેથી માહિતી મળી હતી કે જીતપુરા ગામે ભેખડીયા ગામની સીમમા આવેલા એક ખેતરમા તુવેરના પુળા નીચે પરપ્રાન્તિય અને વિદેશી દારુનોજથ્થો સંતાડી રાખ્યો છે.તેના પગલા LCB સ્ટાફના માણસો તેમજવેજલપુર પોલીસના સ્ટાફે સંયુકત રીતે છાપો મારતા ખુલ્લા ખેતરમા તુવેરના પુળા નીચે વિદેશી દારુની પેટીઓ ,પરપ્રાન્તિય દારુની પેટીઓ કુલ નંગ-૨૧૮૪ બોટલો મળી ૧૦,૬૪,૪૦૦ રુપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો.આ દારુ સંતાડી રાખવામા સામેલ રમેશ વણકર,રણીયો ભરવાડ, નરવત ચૌહાણ,જસપાલ ચૌહાણ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આ દારુ ક્યાથી લાવ્યા તે દિશામા પણ તપાસ હાથ ધરવા પામી છે.