હિતેશ બી પટેલ…
વડોદરા જિલ્લા ના પોર નજીક ઇટોલા ગામ આવેલું છે આ ગામ 4000 થી વસ્તી ધરાવતું આ ગામ છે અને ગામ ના સરપંચ કિરણ ભાઈ બાબુ ભાઈ પટેલ છે ઇટોલા ગામ ના લોકોએ ખોબે ખોબા ભરી ને મત આપ્યા છે . પ્રજાને મુશ્કેલી નો સામનો કરવો પડે છે
વિગત.. ઇટોલા ગામ વસાવા ફળિયા માં ભાથીજી મંદિર પાસે પીવાના પાણીમાં ભંગાણ થતા ગટર નું પાણી મિક્સ થતા ઇટોલા ગામ માં રોગચાળો ફાટી નીકળ્યો છે. અને ઇટોલા કોલેરા રોગ ફાટી નીકળ્યો હોઈ તેમ ગ્રામજનો માં ચર્ચા થઈ રહી છે આ રોગચાળા માં એક બાળક નું મૃત્યુ પણ થવા પામ્યું હતું. અને 4.5. બાળક ને હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા છે બે દિવસ પહેલા ગ્રામસભા માં પણ સરપંચ ને રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. આ ઘટના ની જાણ આરોગ્ય વિભાગ ને થતા આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓ એ સ્થળ મુલાકાત લેતા હાલ તો આરોગ્ય ખાતા ના કર્મચારી ઓ એ પાણી ના સેમ્પલ લેવામાં આવ્યા છે. આટલી બધી ગ્રામજનો ની રજુઆત કરવામાં હોવા છતાં સરપંચ કિરણ બાબુભાઇ પટેલના પેટનું પાણી હલતું નથી અને સરપંચ કોલેરા ગ્રસ્ત જાહેર થયા પછી જ જાગશે કે શું. આવનાર દિવસો માં ઇટોલા માં રોગચાળો ભોગ લે તે હવે જોવું રહ્યું. કિરણ ભાઈ ને પ્રજીની જિંદગી સાથે રમવાનો અધિકાર કોણે આપ્યો. કિરણ ભાઈ ભૂલી ગયા લાગે છે કે ઇટોલા ની પ્રજાએ ખોબે ખોબા મત આપ્યા છે કે શુ?અમારા અહેવાલ બાદ કિરણ ભાઈ સરપંચ જાગે અને ઇટોલા ગામ ની પ્રજાને પીવાનું પાણી ચોખ્ખું આપે તેવી માંગ ઇટોલા વાસી ઓ માંગ ઉઠી છે.