જીતાલીના નાગરિકે તપાસની માંગ કરતાં જી.પં સફાળી જાગી..
ફિઝા કોમ્પ્લેક્સ ના બિલ્ડર્સ તેમજ ગામનાં તલાટી વગેરેમાં ફફડાટ.
અંક્લેશ્વર પંથકમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. જીતાલી ગામે આવાં જ એક બાંધકામ અંગે ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર અંક્લેશ્વર તાલુકાનાં જીતાલી ગામે કેટલાંક બિલ્ડર્સ દ્વારા ફિઝા કોપ્મ્લેક્સનુ બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ પરવાનગી તેમ જ લે આઊટ પ્લાન મુખીતનુ છે કે નહિ એ અંગે અગાઉ એક જાગ્રુત નાગરીક દ્વારા જીતાલી ગ્રામપંચાયત માં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ એના પર કોઈ તપાસ થઈ ન હતી. આથી જીતાલી ગામનાં રહીસ ઈસ્માઈલ ગુલામ મંહમદ પાંડોરે તા.૧૫ મે ૨૦૧૮ નાં રોજ ભરૂચ જિલ્લા પંચાયત કચેરીનાં શીટની કમ જમીન દબાણ શાખામાં આ કોમ્પ્લેક્સ નાં બાંધકામની સ્થળ-તપાસની માંગ કરતી લેખિત ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં દબાણ શાખા દ્વારા તા. ૧૯ જુનનાં રોજ ફિઝા કોમ્પ્લેક્સ ના બાંધકામની સ્થળતપાસ માટે ટીમ રવાના કરવામાં આવસે અને મતલબની નોટીસ અરજદાર ઈસ્માઈલ પાંડોર તેમ જ જીતાલીનાં તલાટી કમ મંત્રી અને ફિઝા કોમ્પ્લેક્સ ના બિલ્ડર્સને પાઠવવામા આવી છે. સ્થળ-તપાસ માં અનેક છુપાયેલા રહસ્યો બહાર આવે એવી સંભાવના છે જેને લઈને બિલ્ડર્સ તેમા જ જીતાલી ગ્રામપંચાયત માં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. દબાણ શાખાની ટીમની સ્થળ તપાસમાં જો કે કેટલી પારદર્શીતા જળવાય છે એ જોવુ રહ્યું