Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી પ્રારંભ…

Share

નવા પ્રવેસ મેળવનાર ભૂલકાઓ સાથે માવતરે પણ શાળાનો પ્રથમ દિવસ માણ્યો….

સોમવારથી અંક્લેશ્વરની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રાંરભ થતાં ઉત્સાહ અને હલચલનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

લાંબા વેકેશનમા શાળાઓ ખાલીખમ અને સૂનસાન બની ગઈ હતી સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ દોઠ-બે મહિનાથી સૂની પડેલી શાળાઓમાં જાણે જીવનનો સંચાર થયો હોય એવી હલચલ જોવા મળી હતી વિધ્યાર્થીઓ વિના જાણે નિંદ્રામાં સરી પડેલી શાળાઓ આળસ મરડી બેઠી થઈ ગઈ હતી અને નવા-જુનાં વિધ્યાર્થીઓને આવકારવા માટે સજ્જ બની હતી. વિધ્યાર્થીઓ પણ પ્રથમ દિવસે ઉત્સાહ ભેર શાળામાં ઉમટી પડ્યા હતાં અને વેકેશનની પ્રવ્રૃતિઓ વિશે ભેરુઓ સાથે લાંબી ચર્ચાઓ અને મજાક મસ્તી કર્યાં હતાં

પ્લેગૃપ માં પ્રથમ્વાર પ્રવેસ મેળવનાર ભૂલકાંઓના સાથે માવતરે પણ શાળાએ જઈને જાણે તેમનાં બાળપણને સંભાર્યું હતું શાળાનો પ્રથમ દિવસ શૈક્ષણિક કાર્યવિધિ મર્યાદિત જોવા મળી હતી. વિધ્યાર્થીઓ એ પોતાના જુના મિત્રોને મળવામાં અને નવા શિક્ષકો સાથે અને સહપાઠીઓ સાથે પરિચય કેળવવામાં જ આખો દિવસ વીતાવ્યો હતો શાળાના શિક્ષકોએ પણ વિધ્યાર્થીઓને નવા સત્રમાં આવકારવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને કોલેજ નાં ડો. હિતેશ ગાંધી ધ્વરા પરિચાત્મક વ્યાખ્યા આપવામાં આવી

ProudOfGujarat

ઝઘડીયા ગેંગરેપ પ્રકરણના આઠ પૈકી સાત આરોપીઓના બીજા બે દિવસના રીમાન્ડ મંજુર.

ProudOfGujarat

કચ્છમાંથી પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડનાર શખ્સની ગુજરાત ATS એ કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!