ભરૂચ જીલ્લાના ગામોમાં મોટી સંખ્યામાં આવેલ ગૌચર જમીન ઉપર બિનઅધિકૃત કબ્જાઓ તેમજ બિનઅધિકૃત ખેડાણ ને દૂર કરવા બાબતે ભરૂચ જીલ્લા માલધારી સમાજ અને ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું…..
આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ જીલ્લા માલધારી સમાજ પશુપાલન સમાજ હોઈ તેમજ તેઓનું જીવન પશુઓ ઉપર નિર્ભર હોઈ જીલ્લા ના જુદા-જુદા ગામડાઓમાં મોટી સંખ્યામાં સરકારી ગૌચર જમીનો આવેલી છે તેના ઘણા અસામાજીક તત્વો ગૌચર જમીન નું ખેડાણ કરી રહ્યા છે..જેનાથી પશુઓને ચરણ મલતું નથી જેનાથી માલધારી સમાજ ની રોજી સામે મોટો પ્રશ્ન ઉભો થયો છે …
આવેદન પત્ર માં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વાગરા તાલુકા ના ગંધાર ગામ ખાતે ખુબજ મોટી સંખ્યામાં ગૌચર જમીનનું ખેડાણ ચાલી રહ્યું છે…જ્યાં પચાસ જેટલા માલધારી સમાજ ના કુટુંબો વસવાટ કરે છે જેઓના ૫૦૦ થી ૬0૦ જેટલા પશુઓ થાય છે અને સરકાર ના નિયમોનું ઉલ્લંઘન કરી માથા ભારે ઇશ્મો ગૌચર જમીન ઉપર ખેતી કરી રહ્યા છે.તેમ જણાવ્યું હતું …..
ગૌચર બચાવ ગાય બચાવ ના નાળા સાથે માલધારી સમાજે ગાય નું વાછરડું લઇ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે લઇ આવી સમગ્ર માલધારી સમાજ ગાય બચાવો ગૌચર બચાવ ના નાળા સાથે કલેક્ટર કચેરી સંકુલ ને ગજવી મૂકી હતી…….