ગોધરા
આરોગ્ય વિભાગના રાષ્ટ્રિય ક્ષયનિયંત્રણ કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની પગાર વધારાની માંગ સાથે
પંચમહાલ જિલ્લા ક્ષય વિભાગના ફરજ બજાવતા કર્મચારીઓએ જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.એન. બરુઆ ને આવેદન પત્ર આપ્યુ હતુ અને તેમા પોતાની માંગણીઓએ લઇને રજુઆત કરી હતી.જિલ્લાના શહેરા સહાતના અન્ય તાલુકા તેમજ જિલ્લા મથકે કામ કરતા કરાર આધારિત કર્મચારીઓ પેનડાઉન હડતાલથી શરુઆત કરવામા આવી રહી છે.
મહેનતાણા વધારાનો આદેશ કરવામા આવ્યો જેનો ગુજરાતના કર્મચારીઓ એ મજાક સમાન,શોષણયુક્ત જોગવાઈ સભર,કર્મચારીને નિન્મકક્ષા તરફ ધકેલનાર પગારવધારાનો આદેશ ગણાવીને વિરોધ કરવામા આવ્યોછે. રાજયપાલમુખ્યમત્રી આરોગ્યમત્રીને પણ વિનંતીપત્ર લખવામા આવ્યો છે. જેમા જણાવામા આવ્યું છે કે આ પત્રમા હેઠળ નિયત મર્યાદામા કાર્યવાહી નહી કરવામા આવે તો હડતાલ સહિતના કાર્યક્રમો કરવામા આવશે.
તેના પગલે પંચમહાલ જિલ્લાના ક્ષયવિભાગમા ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ પેનડાઉન હડતાલ થી શરુઆત કરી છે.જો તેમની માંગણીઓ સ્વીકારવામા નહી આવે
તો ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.