શહેરા
શહેરા નગર પાલિકા ખાતે નગરના વેપારીઓ અને પાલિકાતંત્ર વચ્ચે પ્લાસ્ટિક બેગના ઉપયોગ ન કરવા અંગે એક મિંટીગનુ આયોજન
કરવામા આવ્યુ હતુ.અને પર્યાવરણની જાળવણી માટે સલાહસુચનો પર કરવામા આવ્યા હતા.
ગુજરાતના શહેરોમા પ્લાસ્ટીક પર પ્રતિબંધ થઇ રહ્યો છે.પ્લાસ્ટીકની થેલીઓના ઉપયોગથી જીવસૃષ્ટી પણ જોખમાઇ રહી છે.આમજનતા તેનો ઉપયોગ પણ કરે છે.અને કચરામા નાખે છે ત્યારે તેનો નિકાલ થતો નથી પંચમહાલના શહેરા નગર પાલિકા દ્રારા પણ પ્લાસ્ટીકની થેલીના ઉપયોગ ન કરવા માટે નગરના નાના મોટા વેપારીઓ સાથે એક મિંટીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ફુડ ઇન્સ્પકેટર જીતેન્દ્ર સિંહ રાઠોડે વેપારીઓને પ્લાસ્ટીકની થેલીઓ નો ઉપયોગ ટાળવા માટે જણાવ્યુ હતુ અને કાગળની થેલીઓ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ વધુમાં પર્યાવરણની જાળવણી અને તેના બચાવો વિષય પર સમજણ આપી. અને પ્લાસ્ટિક ની બેગનો ઉપયોગ ન કરવા જાણકારી આપી હતી વેપારીઓએ પણ પર્યાવરણની જાળવણી અંગેની સમજ કેળવી પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા અંગે સહમતિ દર્શાવી હતી.
પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને નગરપાલિકાતંત્ર વચ્ચે મિંટીગ યોજાઇ
Advertisement