બુલેટ ટ્રેનમાં સંપાદિત થયેલ જમીનના મુદ્દે ભરૂચના ન્ંદેલાવ બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતો દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા-નગર હવેલીમાથી પસાર થાય છે.
ત્યારે જમીનોની બજાર કિમતની જાહેરાત કલેક્ટર દ્વારા આજદિન સુધીકરવામાં આવી ન હોવાથી, તેમજ આ પ્રોજેકટ થી પર્યાવરણ ઉપર થનારી અસરોનો અભ્યાસ કર્યા વિના જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હોવાના આક્ષેપો સાથે ભરૂચ જીલ્લામાં આવેલ મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટના દાયરામાં આવતા ગામોના ખેડૂત આગેવાનોએ પોતાનો વિરોધ નોંધાવતાં સરકારના મુંબઈ- અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ ને મોટો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ જિલ્લામાથી પસાર થનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટમાટે ભરૂચ જિલ્લાના ખેડૂતોએ સરકારને એક ઇંચ પણ જમીન આપવાની ના પાડી સરકાર સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે.
